Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

શાસ્ત્રી મેદાન પાસે અને વિદ્યાનગર રોડ પરથી ત્રણ વાહનો 'છૂ'

રાજકોટ તા. ૨૦: વાહન ચોરીના વધુ ત્રણ બનાવો નોંધાયા છે. ગાંધીગ્રામ નાણાવાટી ચોક રામેશ્વર પાર્ક-૩ સ્વાગત વિલામાં રહેતાં અમિત મુકેશભાઇ દવે (ઉ.૩૩)ના ભાઇના હસ્તકનું હોન્ડા જીજે૩સીએફ-૯૭૮૮ રૂ. ૧૫ હજારનું કોઇ શાસ્ત્રી મેદાન નજીક હોટેલ કે રોઝના પાર્કિંગમાંથી કોઇ ચોરી જતાં અને ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ શાળા નં. ૬૯ પાસે રહેતાં ઉપેન્દ્રભાઇ ચંદુલાલ વસાણી (ઉ.૫૭)નું સફેદ રંગનું સ્કૂટી જીજે૩એમએમ-૭૨૦ રૂ. ૧૦ હજારનું કોઇ વિદ્યાનગર મેઇન રોડ પર ડો. અમલાણીની હોસ્પિટલ પાસેથી ચોરી જતાં તેમજ ગાયત્રીનગર મેઇન રોડ ઢોલરીયા નગરમાં રહેતાં જલ્પેશ પ્રફુલભાઇ દોશી (ઉ.૩૫)નું હોન્ડા જીજે૩સીકે-૧૪૫૩ રૂ. ૧૫ હજારનું કોઇ શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેઇટ સામેના પટમાંથી કોઇ ચોરી જતાં ત્રણેયએ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

એએસઆઇ ગફારભાઇ કુરેશી, હેડકોન્સ. સાજીદભાઇ ખીરાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:40 pm IST)