Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પરસાણાનગરમાંથી અંકેશ ગોહેલ દારૂની ૧૫ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૨૦: જામનગર રોડ પરસાણાનગર-૬ના ખુણેથી પ્ર.નગર પોલીસે એક શખ્સને રૂ. ૬૦૦૦ના દારૂ સાથે પકડી લઇ વાહન કબ્જે લીધું હતું.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. એમ. રાણા, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, કોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયદિપ ધોકળીયા, હેમેનદ્ર વાઢીયા, મોહસીન ખાન, પ્રદિપસિંહ ગોહિલ, મનજી ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોહસીનખાન, જયદિપભાઇ અને પ્રદિપસિંહની બાતમી પરથી પરસાણાનગર-૬ના ખુણે વોચ રાખી પલ્સર બાઇક જીજે૧૦એજે-૮૮૬૬માં ૧૫ બોટલ દારૂ રાખીને નીકળેલા અંકેશ કાળુભાઇ ગોહેલ (ઉ.૩૦-રહે. સ્લમ કવાર્ટર નં. ૩૦)ને પકડી લઇ દારૂ તથા વાહન મળી રૂ. ૩૬૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(12:40 pm IST)