Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

માતાએ ટીવી બંધ કરી જમવા બેસવાનું કહેતાં મીનાએ ફિનાઇલ ગટગટાવ્યું

જામનગરથી કાલાવડ માવતરે આવેલી યુવતિ સારવાર હેઠળ

રાજકોટ તા.૨૦: જામનગર સાસરૂ ધરાવતી મીના દિલીપ કાટીયા (ઉ.૨૦) નામની ગરોળા બ્રાહ્મણ પરિણીતાએ કાલાવડના આણંદપરમાં માવતરના ઘરે સંક્રાંત કરવા આવી હોઇ અહિ ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મીનાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે. તેના પતિ છૂટક મજૂરી કરે છે. મીના રાત્રે ટીવી જોતી હોઇ માતા હંસાબેને ટીવી બંધ કરી જમવા બેસવાનું કહેતાં માઠુ લાગી જતાં તેણે ફિનાઇલ પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને દિપસિંહે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(12:39 pm IST)