Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

માસ્ક અને સેનેટાઇઝર કોરોનાથી બચવાના અમોધ શસ્ત્ર

સમરસમાં સ્વસ્થ થયા ૫૫ વર્ષના પ્રિતેશભાઇ

રાજકોટ : આવા જ એક વ્યકિત ૫૫ વર્ષીય પ્રિતેશભાઇ ગજ્જરએ સમરસ હોસ્ટેલેથી સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફરતા કોરોનાથી બચવા સાવધાની અને સુરક્ષા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, 'કોરોનાના અનુભવે મને એટલું શીખવ્યું છે કે, પ્રીકોશન્સ આર બેટર ધેન કયોર એટલે કે, તમે જેટલાં સ્વયં પ્રત્યે સાવધાન અને સતર્ક રહેશો, તેટલા જ તમે કોરોના સામે સુરક્ષિત રહેશો. મારું લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, તમે કોરોનાના સકંજામાં આવો એ પૂર્વે જાગૃત બનો અને સરકારની સૂચનાઓનું પાલન કરો. કારણકે, કોરોના કરતાં તેનો ડર વધુ હાનિકારક છે.'

તેઓ પોતાના કોવીડ સેન્ટરના અનુભવને વર્ણવતા જણાવે છે કે, 'થોડાં દિવસો પૂર્વે મને અસ્વસ્થતા જણાતાં મેં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો જયાં મારો કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, મને કોરોનાના સાધારણ લક્ષણો જણાતાં સમરસ હોસ્ટેલમાં શિફટ કરવામાં આવ્યો. જયાં હું ૬ દિવસ કોરેન્ટાઇન રહ્યો. હાલ હું સ્વસ્થ છું પરંતુ હવેથી હું મારી જાત પ્રત્યે વધુ સાવધ રહીશ, નિયમિત હાથમોજાનો ઉપયોગ કરીશ અને સમયાંતરે સાબુથી હાથ ધોતો રહીશ.'

પ્રિતેશભાઈની જેમ દરેક નાગરિકે કોરોના અંગે સાવચેતી અને સલામતી રાખવી આવશ્યક છે, જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકાય.

(2:47 pm IST)