Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટના લોધિકા વિસ્તારમાં વાગુદડ ગામની નદીમાં નહાવા પડેલા બે પરપ્રાંતીય છોકરાઓના ડૂબી જતા મોત: લોધિકા પોલીસ ઘટના સ્થળે

રાજકોટઃ લોધિકાના વાગુદળ ગામની નદીમાં બપોરે નહાવા પડેલા બે પરપ્રાંતીય યુવાન ડૂબી જતાં દોડધામ મચી ગઇ હતી. લોધિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 17 વર્ષ અને 12 વર્ષના બે છોકરા નહાવા પડ્યા હતાં. બંનેના મૃતદેહ મળી આવતા કલ્પાંત સર્જાયો છે.

મધ્યપ્રદેશનો 17 વર્ષનો કૃણાલ પડીયા તથા બિહારનો 12 વર્ષનો અમન ગુપ્તા ડૂબી ગયાનું જાહેર થયું છે. ઇન્ચાર્જ કે.કે. જાડેજા અને ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડૂબી જનારા બંને મેટોડા જીઆઇડીસી શ્રીનાથજી સોસાયટીમાં રહે છે. નહાવા માટે નદીમાં પડતા બંને ડૂબી ગયા હતા. મામલતદાર સહિત પણ પહોંચ્યા હતા. ઘટનાથી મૃતકના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(2:32 pm IST)