Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

લાખોની રકમના ચેકરિટર્ન કેસોમાં ઝેન એગ્રોટેકના પ્રોપરાઇટર સામે ફરિયાદ

આરોપીને કોર્ટે સમક્ષ હાજર થવા સમન્સનો આદેશ

રાજકોટ,તા.૧૯ : નાગપુર (મહારાષ્ટ્ર)માં મત્સ્યગંધા સોસાયટી, ખડગાઉ રોડ ઉપર ઝેન એગ્રોટેકના પ્રોપ્રાઈટર અતુલ લોખંડે વીરૂધ્ધ રાજકોટ જીલ્લાના શાપર(વેરાવળ) મુકામે આવેલ એન્જલ કોપ સાયન્સના ભાગીદાર વસ્તલ પટેલએ રાજકોટની અદાલતમાં આરોપીઓએ ખરીદ કેરલ માલની રકમ ચુકવવા આપેલ રકમ રૂમ.૧,૦૦,૦૦૦/- તથા રકમ રૂમ.૨૦,૩૪,૬૨૦/- ના બે ચેકો રીટર્ન થતા ફરીયાદો દાખલ કરતા બંને ફરીયાદોમાં રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ  આરોપીઓને હાજર થવા આરોપીઓ વિરૂધ્ધ સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આકેસની હકીકત જોઈએ તો, શાપર (વેરાવળ) રાજકોટમાં સર્વે નં.-૨૫૭, જૈન સ્ટીલ રોડ, કિષ્ના એન્જીનીયરીંગ વર્કસની સામે એન્જલ કોપ સાયન્સના નામે પેસ્ટી સાઈડ તથા પી.જી.આર. (પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટ) વિગેરેના મેન્યુફેકચરનો ધંધો કરતી ભાગીદારી પેઢીના ભાગીદાર ફરીયાદી વત્સલ હસમુખભાઈ પટેલએ મત્સ્યગંધા સોસાયટી, ખડગાઉ રોડ, નાગપુર (મહારાષ્ટ્ર) માં ઝેન એગ્રોટેકના નામે ધંધો કરતા પ્રોપ્રારાઈટર અતુલ લોખંડે વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદો દાખલ કરેલ કે તહોમતદારોએ ફરીયાદી પેઢી પાસેથી તબક્કે તબક્કે માલ ખરીદ કરેલ અને ખરીદ કરેલ માલ પેટેનું આરોપીઓ પાસે ફરીયાદી પેઢીનું રકમ રૂમ.૨૧,૩૪,૬૨૦/- નું લેઝર એકાઉન્ટની વિગતેનું કાયદેસરનું લેણુ હોય જે લેણુ અદા કરવાની કાનુની તથા નૈતીક જવાબદારી સ્વીકારી આરોપીઓએ ફરીયાદી પેઢીની કાયદેસરની લેણી રકમ ચુકવવા આરોપીઓએ તેઓની બેંકના ફરીયાદી પેઢીની જોગના રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- તથા રકમ રૂમ.૨૦,૩૪,૬૨૦/- ના બે ચેકો ઈસ્યુ કરી આપી આપેલ

ચેકો રીટર્ન થશે નહિ અને ચેકો માંહેનુ ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેકો રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપીઓ તરફથી ન મળતા, આરોપીઓને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણુ કે નોટીસનો જવાબ ન આપતા પ્રથમથી જ ફરીયાદી પેઢીનું લેણુ ડુબાડવાનો બદ ઈરાદો ધારણ કરી આરોપીઓએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ વિરૂધ્ધ ચેકો રીટર્ન સબંધે ઝેન એગ્રોટેકના પ્રોપ્રાઈટર અતુલ લોખંડે વીરૂધ્ધ જુદી જુદી બે ફરીયાદો રાજકોટની અદાલતમાં દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતો તથા દસ્તાવેજી પુરાવા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીઓએ ફરીયાદી પેઢી પાસેથી પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની રકમ પરત કરવા બે ચેકો આપી, તે ચેકો પાસ થવા ન દઈ આરોપીઓએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપીઓને બંને કેસોમાં અદાલતમાં હાજર થવા આરોપીઓ વીરૂધ્ધ સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ. છે.

ઉપરોકત કામમાં ફરીયાદી વત્સલ પટેલ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી રોકાયેલ હતા.

(2:33 pm IST)