Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જુના મનદુઃખમાં રાજેશ વાવડીયાના ઘરમાં ઘુસી હિતેષ અને બલુએ ફટકાર્યો

રાજારામ સોસાયટી પાસે બનાવઃ તેના ભાઇ સાથે ચાલતાં મનદુઃખનો ખાર રાખી ડખ્ખોઃ દરવાજામાં તોડફોડ પણ કરી

રાજકોટ તા. ૧૯: સામા કાંઠે રાજારામ સોસાયટી પાસે પાણીના ટાંકાની સામે રહેતો રાજેશ ભગવાનજીભાઇ વાવડીયા (કોળી) (ઉ.વ.૨૫) રાતે દોઢેક વાગ્યે ઘરમાં સુતો હતો ત્યારે હિતેષ સરવૈયા (કોળી) અને બલુ સરવૈયા તથા બે અજાણ્યા ઘરના દરવાજાને ધક્કો મારી તોડી અંદર ઘુસી ગયા હતાં અને ધોકાથી ફટકારી ભાગી જતાં રાજેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

રાજેશના કહેવા મુજબ તેના ભાઇ રવિને અગાઉ હિતેષ સાથે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી આ બધા રાતે ઘરમાં ઘુસી ગયા હતાં. રવિ ગાડી લઇને બહારગામ ગયો હોઇ તે ન મળતાં પોતાના પર હુમલો કરાયો હતો. આ શખ્સોએ તોડફોડ પણ કર્યાનો આક્ષેપ કરાયો હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)