Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

૧૦૯ વર્ષની વયના માતૃશ્રીની પ્રેરણાથી વસંતભાઇ

લીંબાસિયા પરિવાર બ્રહ્મસત્રમાં મુખ્ય યજમાન

રાજકોટ, તા. ૧૮ :  શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ, ઢેબર રોડ રાજકોટ ખાતે ગઇકાલે તા. ૧૭ થી રર ઓગસ્ટ સુધી ૬૦માં બ્રહ્મસત્રનું આયોજન કરાયેલ છે. સમગ્ર બ્રહ્મસત્રના મુખ્ય યજમાન તરીકે વૃંદાવન ડેરીવાળા વસંતભાઇ લીંબાસિયા પરિવાર છે. વિવિધ પ્રસંગોના યજમાન તરીકે રવજીભાઇ ભોરણિયા પરિવાર, આત્મારામભાઇ એલ. પટેલ પરિવાર, મગનભાઇ ડી. ભોરણિયા પરિવાર તેમજ દૈનિક ભોજન પ્રસાદ માટે અલગ અલગ યજમાનોએ યોગદાન આપેલ છે.

પવિત્ર શ્રાવણ માસમાં બ્રહ્મરૃપ થઇ પરબ્રહક્ષ્મની આરાધના કરવાની શિક્ષા અને દિક્ષા આપવા ગુરૃદેવ શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી પ૯ વર્ષ પૂર્વે બ્રહ્મસત્રની શરૃઆત કરી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ ગુરૃકુળની નૈમિષારણ્યરૃપ પવિત્ર તીર્થભૂમિમાં ૬૦માં બ્રહ્મભીના બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવેલ છે. એકાંતિક સંતો-ભકતોની સંગાથે ભાગવતધર્મના મૂલ્યોની દૃઢતા કરવા તેમજ જીવનને સત્સંગ-ભકિતના રંગે રંગાવાના આ અમૂલ્ય અવસરે અધ્યાતમના અનુભવી પવિત્ર વિદ્વાન સંતોના શ્રીમુખેથી સંપ્રદાયના વિવિધ સત્શાસ્ત્રોની કથા શ્રવણનો અલભ્ય લાભ મળી રહ્યો છે. (ગુરૃકુળનો સંપર્ક મો. ૯૮રપર ૧૧૧૬૮).

વસંતભાઇ નાનજીભાઇ લીંબાસિયાએ પોતાના આશરે ૧૦૯ વર્ષની વયના માતૃશ્રી ગં.સ્વ. ચોથીબેનની પ્રેરણા અને શુભ સંકલ્પથી બ્રહ્મસત્રનું મુખ્ય યજમાન પદે સ્વીકાર્યુ છે. આ કાર્યમાં તેમના સૂપૂત્ર મોહિતભાઇ અને પૌત્ર ચિ. પર્વએ ઉમંગભેર સૂર પુરાવ્યો છે. સમગ્ર આયોજનના મુખ્ય યજમાન બનવાના લ્હાવાને વસંતભાઇએ પોતાનું સદ્નસીબ અને હરિકૃપા ગણાવેલ છે. પૂજય ચોથીમાં પોતાના પાંચ સંતાનો મોહનભાઇ, બચુભાઇ, લલિતભાઇ, વસંતભાઇ અને સવિતાબેન ગોવિંદભાઇના માતૃશ્રી છે.ઙ્ગ તેમનું મૂળ વતન કાગદડી છે. તેમણે પોતાના સંતાનોને આપેલ આધ્યાત્મિક અને સેવાકીય વારસો ૭પ સભ્યોના સમસ્ત પરિવારે દીપાવ્યો છે.  

(3:43 pm IST)