Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ જિલ્લામાં ૧૯થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વાદળછાયું હવામાન રહેવાની શક્યતા

છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની સંભાવના

રાજકોટ :રાજકોટ જિલ્લામાં આગામી તા. ૧૯થી તા. ૨૩ ઓગસ્ટ દરમિયાન ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૨૯-૩૦ ડિગ્રી સેલ્શીયસ તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૫-૨૬ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૫-૮૯ અને ૮૦-૮૦ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની દિશા ૨૦થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવ્યું છે

(10:15 am IST)