Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રસ્તાઓના ખાડા તાત્કાલિક બુરો : ફરિયાદ ન મળવી જોઇએ : અધિકારીઓને પ્રદિપ ડવની તાકિદ

રસ્તામાં ખાડાની ફરિયાદો વધુ મળતા ઇજનેરો સાથે તાકિદની બેઠક યોજતા મેયર

રાજકોટ તા. ૧૯ : હજુ ચોમાસુ જામ્યુ નથી ત્યાં જ રસ્તામાં ખાડાઓની ફરિયાદોનું પ્રમાણ વધી જતા મેયર પ્રદિપભાઇ ડવે આજે ઇજનેરો સાથે તાકિદની બેઠક યોજી રસ્તાઓમાં તાત્કાલિક ધોરણે ખાડા બુરવા કડક સુચનાઓ આપી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તુટવાની, ખાડા પડવાની ફરિયાદો વધી જાય છે. હાલમાં પણ મેયરશ્રી સમક્ષ રસ્તાના ખાડાઓની ફરિયાદોનું પ્રમાણ વધી જતા તેઓએ આજે ત્રણેય ઝોનના મુખ્ય ઇજનેરો સાથે બેઠક યોજી અને જ્યાં જ્યાં રસ્તા પર ખાડા જોવા મળે ત્યાં તાત્કાલિક ધોરણે માટી - મોરમ કે પથ્થરોથી ખાડા બુરી અને સફેશ કરાવી શકય હોય ત્યાં ડામર પેચવર્ક કરાવી આપવા સુચનાઓ આપી હતી.

(4:01 pm IST)