Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભાજપનાં ઉપક્રમે જરૂરીયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

રાજકોટ : શહેર ભાજપ અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ દ્વારા શહેરની વિધાનસભા-૭૦ માં સમાવિષ્ટ વોર્ડ નં. ૭, ૧૩, ૧૪, તથા ૧૭ ના જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૭૦ માં કાર્યકર્તાઓ આ રાશનકીટ વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારીએ તેમજ સ્વાગત પ્રવચન વિજયભાઇ બુલચંદાણીએ કર્યુ હતું અને અંતમાં આભાર વિધી નૌષાદભાઇએ કરી હતી તેમજ વ્યવસ્થા કિશોરભાઇ રાઠોડે સંભાળી હતી.   આ તકે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળિયા, શાસન પક્ષ નેતા વિનુભાઈ ઘવા, રાજુભાઈ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા,  અશોકભાઈ લુણાગરીયા, મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, પ્રતાપભાઈ વોરા, નિતીન ભૂત, હસુ ચોવટીયા, રમેશ દોમડીયા, રાજુ મુંધવા, અનિલ લીંબડ, કિરીટ ગોહેલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વાહીદભાઈ સમા, કેતનભાઈ વાછાણી, ભરત બોરીચા, ધીરૂભાઈ  તળાવીયા, નિતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, યોગેશ ભુવા, હરીભાઈ રાતડીયા, વિપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, કેતન પટેલ, નીલેષ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, કિશોરભાઈ પરમાર, જેન્તીભાઈ નોંધણવદરા, યોગેશ ભટૃ, જગદીશ વાઘેલા, રવજીભાઈ મકવાણા, કિર્તીબા રાણા, અનીતાબેન ગોસ્વામી, શૈલેષ હાપલીયા, ગૌતમ ગોસ્વામી,  સહિતનાં ઉપસ્થિતિ  રહયા હતા અને આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. .તેમજ કાર્યાલય ખાતેથી વ્યવસ્થા અનિલભાઈ પારેખ અને હરેશભાઈ જોષીએ સંભાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં. ૭, ૧૩, ૧૪ અને ૧૭ નાં વોર્ડપ્રમુખ– પ્રભારી– વોર્ડ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)