Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કરાટે કલર બેલ્ટ એકઝામમાં ૫૫ ભુલકાઓએ કૌવત બતાવ્યુ

રાજકોટ : ઇન્સ્ટીટયુટ ઓફ કરાટે યુનાઇટેડ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ઇન્ડિયન ડ્રેગન સ્કુલ ઓફ માર્શલ આર્ટસ દ્વારા રણછોડનગર શાખામાં કરાટે કલર બેલ્ટ એકઝામનું આયોજન કરાયુ હતુ. જેમાં પપ થી વધુ સ્ટુડન્ટસએ ભાગ લીધો હતો. ૩૫ વાઇટ બેલ્ટ, ૧૬ યલ્લો બેલ્ટ તથા ૪ ઓરેન્જ બેલ્ટના સ્ટુડન્ટે આ એકઝામમાં ભાગ લઇ સંસ્થાનું નામ રોશન કર્યુ હતુ. સેન્સેય સોની હર્ષિલકુમાર જગદીશભાઇ વૈઠા તેમજ રેફરી સાથે બેસી ખુબ ચોકસાઇ પુર્વક પરીક્ષા લીધી હતી. આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને કરાટે તાલીમ તથા આત્મરક્ષણ માટે હથીયારની તાલીમ તેમજ બહેનોને આત્મરક્ષણની તાલીમ અપાય છે. નબળા વર્ગના જરૂરતમંદ છોકરા છોકરીઓને નિઃશુલ્ક તાલીમ અપાય છે. 

(3:57 pm IST)