Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા સેવાભાવીઓનું સન્માન

રાજકોટઃ ઈન્ડિયન લાયન્સ કલબનો ૨જી જુલાઈનાં ફાઉન્ડેશન ડેની ઊજવણીનાં ઉપક્રમે  ઈન્ડિયન લાયન્સનાં સ્થાપના દિન નિમિત્તે ઈન્ડિયન લાયન્સના સ્થાપક આદરણીય  હિતેષભાઇ પંડ્યા(ચિફ મીનીસ્ટર ના P.R.O)ના તથા નેશનલ ચેરપર્સન  આશાબેન પંડ્યા માર્ગદર્શનથી ઈન્ડિયન લાયન્સ એચીવર્સ કલબ રાજકોટ દ્વારા સેવાધારી વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ અચિવર્સ  કલબ દ્વારા કોરોનાના કપરા સમયમાં સમાજ માં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર સેવાના ભેખઘારી  શ્રેષ્ઠીએવા ચિરાગભાઈ ધામેચા, નિલભાઈ જોશી તથા સોનલબેન ડાંગરીયાનું સન્માન કરવામાં આવેલ.  આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે અતુલભાઈ પંડિત (ચેરમેન  નગર.પ્રા.શિ.સમિતી),  સંગીતાબેન છાયા (વાઈસ ચેરમેન નગર. પ્રા. શિ. સમિતિ) તેમજ ઈન્ડિયન લાયન્સ એચીવર્સ રાજકોટ કલબ પ્રમુખ વનિતાબેન રાઠોડ, ઉપપ્રમુખ મનિષાબેન કટારીયા, મંત્રી  પ્રફુલ્લભાઈ રાજપૂત, હર્ષદભાઈ મહેતા, સુરેશભાઈ કટારીયા , પ્રવિણભાઈ રાજપૂત, લતાબેન , ઉષાબેન, અજયભાઈ, રાજુભાઈ જુંજા,  જીજ્ઞેશભાઈ, મેહુલભાઈ, પ્રદીપભાઈ બોરીસાગર (ડે. ઓફીસર ટ્રેઝરી) , રાજુભાઈ રાઘોલીયા,  વ્રજભાઈ  નાગેશ્વર, વિરાગભાઈ, જયબેન , બીપીનભાઈ ઉપસ્થિતિ રહેલ.  વંદેમાતરમ તથા ઈન્ડિયન લાયન્સ  નેશનલ એન્થમ તથા ભારતમાતાની પુજા દ્વારા કાર્યક્રમની  શરુઆત કરવામાં આવી હતી. આ સન્માનમાં સેવાધારીઓને ચાંદીની ગીની,  રાજાશાહી સન્માનનું પ્રમાણપત્ર, સાલ અર્પણ કરવામાં આવેલ અંતમાં  આભારવિધી હર્ષદભાઈ મહેતા દ્વારા કરવામાં આવી. રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન પાટણવારીયા રમણીકભાઈ દ્વારા કરવામાં આવ્યું.

(3:30 pm IST)