Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કુવાડવાના જાળીયા ગામ પાસે તીન પતીનો જુગાર રમતા આઠ પકડાયા

કુવાડવા પોલીસનો દરોડો : કિશન, કલ્પેશ, મહેન્દ્ર, ભરત, મનોજ, સુરેશ, ક્રિપાલ અને સાગરની ધરપકડ

રાજકોટ,તા. ૧૯: કુવાડવાના જાળીયા ગામની સીમમાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જાળીયા ગામની ખારાની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એન.બી.ડાંગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાંગર, હમીરભાઇ આહીર, અજીતભાઇ લોખીલ તથા કિશનભાઇ અજાગીયા સહિતે જાળીયા ગામની સીમમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા જાળીયા ગામના કિશન સામજીભાઇ ચાવડા, કલ્પેશ લાલજીભાઇ સંખાવરા, મહેન્દ્ર ખીમજીભાઇ ચાવડા, ભરત ગાંગજીભાઇ ચાવડા, મનોજ ધીરૂભાઇ દાવડા, સુરેશ બચુભાઇ સોલંકી, ક્રિપાલ જેન્તીભાઇ સોલંકી અને સાગર દેવજીભાઇ સોલંકીને પકડી લઇ રૂ. ૫,૨૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:27 pm IST)