Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વૈશ્વિક સમસ્યાઓના નિરાકણમાં ભારતની મહત્વની ભુમિકા : અમોહભાઇ શાહ

રાજકોટ શહેર જિલ્લાનો ઇ-ચિંતન અભ્યાસવર્ગ સંપન્ન : અપેક્ષિત શ્રેણીના કાર્યકરો જોડાયા

રાજકોટ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતમાં ઇ-ચિંતન અભ્યાસ વર્ગનું આયોજન થઇ રહ્યુ છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગર અને જિલ્લાનો ઇ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેને ભાવનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા અમોહભાઇ શાહે રાષ્ટ્રીય સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તેઓએ જણાવેલ કે એક સમયે સરકારોની ખોટી નીતિઓના કારણે ભારત વૈશ્વિક ઓળખ ગુમાવી ચુકયુ હતુ. પરંતુ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ બાદ આજે ભારતની ચારેય દિશાઓમાં નોંધ લેવાઇ રહી છે. વૈશ્વક મુદાઓ, સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત મહત્વની ભુમિકા ભજવી રહ્યુ છે. વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. શહેર જિલ્લાના ભાજપના વિવિધ શ્રેણીના અપેક્ષીત કાર્યકરો આ અભ્યાસવર્ગમાં સામેલ થયા હતા. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ જિલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલા, મનસુખભાઇ રામાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સહીત કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓ આ ઇ-ચિંતન અભ્યાસ વર્ગમાં જોડાયા હતા. સમગ્ર અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, સોશ્યલ મીડિયાના હાર્દીક બોરડ, મનોજ ગરૈયા, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)