Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

શ્રધ્ધા પાર્કમાં અજય ગોહેલની ઓફિસમાં દરોડોઃ જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસની બાતમીઃ ઓફિસ સંચાલક અજય તથા જયેશ, ચીરાગ, ચંદ્રેશ, ભરત, રોહીત, રમેશ અને આફ્રીદીની ધરપકડઃ રૂ. ૧.૧૭ લાખની રોકડ તથા ૮ મોબાઈલ મળી ૩,૬૨,૨૦૦ની મત્તા કબ્જે

રાજકોટ, તા. ૧૯ :. કોઠારિયા રોડ પર આવેલા શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર શ્રધ્ધા પાર્ક મેઈન રોડ ડી-માર્ટની સામે આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ આર.જે. કામળીયા, કોન્સ. ભાવેશભાઈ તથા રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ઓફિસના માલિક અજય મહેશભાઈ ગોહેલ (ઉ.વ. ૨૫) (રહે. ૪૦ ફૂટ રોડ શ્યામ હોલ અટીકા ન્યુ નહેરૂનગર) તથા આહીર ચોક, નહેરૂનગર મેઈન રોડ પર રહેતા જમીન-મકાન લે-વેચના ધંધાર્થી જયેશ રાણાભાઈ ડાંગર (ઉ.વ. ૨૮), ગોંડલ રોડ કલ્પવન સોસાયટી, ફલેટ નં. ૯૦૩ના ચીરાગ રમેશભાઈ લાખાણી (ઉ.વ. ૨૬), ન્યુ નહેરૂનગર મેઈન રોડ ન્યુ ગોપવંદના શેરી નં. ૩ના ચંદ્રેશ મેણંદભાઈ ચાવડા (ઉ.વ. ૩૨), ન્યુ નહેરૂનગર આહીર ચોક, શેરી નં. ૧૦ના ભરત ધીરૂભાઈ કુંગશીયા (ઉ.વ. ૨૮), હરીધવા રોડ પુરૂષાર્થ સોસાયટી શેરી નં. ૭ના રોહીત હીરાભાઈ બસીયા (ઉ.વ. ૨૫), કોઠારીયા રોડ વિનોદનગર શેરી નં. ૭ના રમેશભાઈ આપાભાઈ ગઢવી (ઉ.વ. ૩૨) અને જામનગર રોડ બજરંગવાડી શેરી નં. ૨ના આફ્રીદી મહંમદબસીરભાઈ બ્લોચ (ઉ.વ.૨૨)ને પકડી લઈ રૂ. ૧,૧૭,૨૦૦ની રોકડ તથા આઠ મોબાઈલ મળી રૂ. ૩,૬૨,૨૦૦ની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીએસઆઈ આર.જે. કામળીયા, એએસઆઈ ફીરાઝભાઈ શેખ, હેડ કોન્સ. હીરેનભાઈ પરમાર, કોન્સ. ભાવેશભાઈ મકવાણા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઈ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મનીષભાઈ શીરોડીયા, રાજેશભાઈ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલા, મૈસુરભાઈ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:20 pm IST)