Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

૧૨૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપનાર નરેન્દ્રભાઈનો આભાર માનતું જિલ્લા ભાજપ

રાજકોટઃ દેશના સૌ પ્રથમ હાઈટેક રેલ્વે સ્ટેશન સાયન્સ સીટી ખાતે એકવાટીક, રોબોટિક ગેલેરી, વડનગર રેલ્વે સ્ટેશનના અપગ્રેડેશન, ગાંધીનગરથી વારાણસીને જોડતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, વરેઠા ઈલેકટ્રીફાઈડ બ્રોડગેજ રેલ્વે, સુરેન્દ્રનગરથી પીપાવાવ સુધી ૨૬૬ કિ.મી. લાઈનનું વીજળીકરણ વગેરે આશરે રૂ.૧૨૦૦ કરોડના કાર્યોની ગુજરાતને ભેટ આપવા બદલ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા,  મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કર્યો છે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રકચર માઈન્ડ સ્ટેટમાં આવેલો બદલાવ જ પુરવાર કરે છે કે ૨૧મી સદીમાં જવું હોય તો ૨૦મી સદી જેવા આયોજન નહિ ચાલે તેમ જણાવી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતે મુખ્યપ્રધાન હતા એ વખતે ગાંધીનગર રેલ્વે સ્ટેશનને હાઈટેક બનાવવા કરેલી જાહેરાત પછી એ કામ કરીને બતાવ્યું તેમ યાદીમાં જણાવાયું છે.

(3:18 pm IST)