Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજકોટની ભાગોળે ગ્રામ વિહારમાં મોજે દરિયા

સવારથી સાંજ સુધી પરિવાર સાથે મોજ : સ્‍વિમિંગ પુલ, રેઇન ડાન્‍સ, દેશી રમતો, ગીત-સંગીતની જમાવટ, સેલ્‍ફી ઝોન, કૃષિ - ગ્રામીણ ઝોન વગેરે ઉપરાંત ચા-પાણી, નાસ્‍તો - ભોજન : વાગુદડ માર્ગે હેવન પાર્ટી લોન્‍જમાં ગ્રામ વિહારનું નિર્માણ

ગ્રામ વિહારની તસવીરી ઝલક
રાજકોટ તા. ૧૯ : રાજકોટની ભાગોળે વાગુદડ માર્ગ પર પરિવાર સાથે સ્‍વિમિંગ પુલમાં ધુબાકા, શેરી રમતો અને સ્‍વાદિષ્‍ટ ભોજનિયાની મોજ શરૂ થઇ છે. ન્‍યારી ડેમના કિનારે પ્રકૃતિથી છલકતા - મલકતા માહોલમાં હેવન પાર્ટી લોન્‍જની ચાર એકર જમીન પર આહ્‌લાદક ગ્રામ વિહારનું નિર્માણ કરાયું છે.
‘ગ્રામ વિહાર'ના સંચાલકો દ્રુપદ ભટ્ટ અને જનકભાઇ સુરાણીએ જણાવ્‍યું હતું કે, રાજકોટથી માત્ર ૧૪ કિ.મી. દુર સવારથી સાંજ સુધી પરિવાર સાથે પ્રકૃતિમાં મોજ પડે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે.
ગ્રામ વિહારમાં દેશી રમતો, સેલ્‍ફી ઝોન, રેઇન ડાન્‍સ, દેશી રસોડું, ગ્રામીણ પ્રવૃત્તિ, ટ્રેડીશનલ ઝોન, એડવેન્‍ચર ઝોન, સ્‍વિમિંગ પુલ અને ગીત-સંગીત ગાવા - ગવાડવાની મોજ છે.
દેશી રમતોમાં ૨૫થી વધારે ગેમ છે. ગીલી-દંડા, લખોટી, ભમરડો, ગીલોરી, કોથળા દોડ, તીરંદાજી, નારગોલ, લંગડી દોડ, રસ્‍સા ખેંચ વગેરે અનેક રમતો સામેલ છે.
આઉટડોર દેશી રમતોમાં કબ્‍બડી, ખો-ખો, લીંબુ ચમચી, મટકી ફોડ, સ્‍લો સાયકલીંગ, ચક્રફેંક, ગોળાફેંક તથા ગાર્ડન ગેઇમ્‍સમાં ફૂટબોલ, વોલીબોલ, બેડમિંટન, ક્રિકેટ વગેરે તથા ઇન્‍ડોર દેશી રમતોમાં ચોપાટ, સાપસીડી, નવકુકરી, કેરમ વગેરે અનેક રમતોની મોજ માણી શકાશે.
અહીં સવારે એન્‍ટ્રી સાથે ચા-પાણી-નાસ્‍તો, બપોરે ભોજન, સાંજે ચા-પાણીની મોજ પણ છે. ગ્રામ વિહારમાં ખૂબ વ્‍યાજબી કિંમતે સ-પરિવાર આખો દિવસ આનંદ માણી શકાય તેવું આયોજન કરાયું છે.
સંગીત સાધના રૂમ
કુદરતી શાંતિ મેળવવા એકદમ એકાંત જગ્‍યાનું નિર્માણ કરેલ જેમાં આપણુ ગ્રામ વિહાર એક જ છે, પરંતુ શાંતિમાંથી પરમશાંતિ મેળવવા સાધુ-સંતો એવમ કુદરત, ગોધર્વ એ જુદી જુદી સંગીતના સાધનો દ્વારા સંગીત મય બનીને શાંતિમાંથી પરમ શાંતિનો અનુભવ આ ગ્રામ વિહારના સંગી સાધના રૂમ થાય છે તથા દેશી સંગીત સાધનો સાથે સેલ્‍ફી પણ પાડી શકશો.
ટ્રેડીશનલ રૂમ
ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કૃતિ સાથે જુના ભરત ભરેલા વષાો અને સુશોભન આ એક એવો રૂમ છે. જેમાં તમો દેશી ટ્રેડીશનલ શણગાર સાથેનો રૂમ છે તેમાં ઢોલીયો, ખાટલી, પયરો, કોઢી, ઢીચણીયો ડામસીયો, ફાનસ, જેવા અને આકર્ષણો ધરાવતો રૂમમાં તોરણ, ટોડલીયા, ઝાલર, જેવા અનેક આકર્ષણ સાથે તમો ઘણા વિવિધ ટેડ્રેશન ડ્રેસ પહેરીને સેલ્‍ફી પણ પડાવી શકો તેવી વ્‍યવસ્‍થા કરેલ છે.
સંગીત સાધના
વિચલીત મન ને શાંત પાડવા માટે રીસોર્ટમાં ગામ્‍ય સંગીત સાધનો હારમોનીયમ, તબલા, ઢોલક, ડમરૂ, મંજીરા  કડતાલ, ખંજરી, વાંસળી, ઘુઘરા, હથેળી, જીલ, ત્રિપાલી જેવા ઘણા જુના સંગીત સાધનો અને વાજીંત્રો વગાડી શકો તેમજ સેલ્‍ફી સાથે મનને સંગીતના સાધનામાં મુકી શકો તેવો રૂરલ એકટીવીટી (ગ્રામ વિહાર), વિલેગ ટુરીઝમ,
એવો ગ્રામ વિહાર જેમાં ઘંટલા વડે તમે દળી શકશો સાથે રવૈયા વડે બેઠો તેમાં છાશ બનાવી શકો તથા ઉભા ઉભા પણ રવેયો ઉપયોગ કરી શકશો. સાથે ખાંડણીયામાં ખોડી શકો એ પણ દસ્‍તા તથા સાંબેલા વડે જુદા જુદા ખરલ લઢણીયો, આયુર્વેદ ખાંપીયો, વગેરેને વાપરી શકશે.
માટી વડે તમો રમકડા પણ બનાવી શકશો. રેતી વડે રેત રમતો રમી શકો તેમજ છાણા પણ થાપી શકો તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
એક એવા ઝોન જયા તમે ચડીયા સાથે ફોટો પાડી શકશો. માચડા પર બેસી શકશો. તેમજ દોરડા વડે ઝાડ પર ચડી શકશો.
જુદા જુદી ટાપરની ફેમમાં ટાપર પર ચડવું ઝાડની નીચે હીચકો લટકાવામાં આવેલ છે ખાટલામાં સુવાની મજા એ પણ કુદરતી વાતાવરણમાં, ઝૂલતો પુલ, ટાપર ફ્રેમ, વડલાની વડવાઇ હજારો વૃક્ષ, નદીના કાંઠે, ડેમના કાઠે અને જંગલની બાજુમાં ગ્રામ વિહાર જેવા ટેકીંગ વ્‍યવસ્‍થા જંગલ સફારી પણ થઇ શકે નદીમાં હાથ-પગ-મોઢુ ધોવાનો અહેસાસ હજારો વૃક્ષોની વચ્‍ચે રીલેકશેનશન ઝોન
બળદગાડુ
બળદગાડાની યાત્રા કરવી હોય તે માત્ર ગ્રામ વિહારમાં જ  જોવા મળે અને એ પણ જંગલ અને નદીના કાંઠાના વિસ્‍તારમાં
દેશી રસોડુ
ચુલામાં રસોઇ બનાવી શકો તેવુ દેશી રસોડુ, તેમાં રસોઇની મજા માણી શકો તેવા સેલ્‍ફી પણ પાડી શકો.
એગ્રો ટુરીઝમ  (ખેત ઓજાર) પ્રદર્શન
આપણે  ભારતીય અમે મુખ્‍ય વ્‍યવસ્‍થા ખેતી અને આપણા ગુજરાતના ખેડૂતો ખેતીથી એટલા દુર જતા રહ્યા છે કે તેમાં તેમાં પૌત્ર, પૌત્રારીને બે ખેત સાધનો કયા તેના ના  પણ નથી આવડતા તો જેમની પાસે ખેતી નથી એને તો કયાંથી આવડવાના કે તેમનો ઉપયોગ શુ હોય તે જાણવા માટે અમો એ અહી ખેત ઓજાર પ્રદર્શન રાખેલ છે. જેમાં ૧૦૦ વર્ષ જુનુ ગાડુ અને તેમની સાથે ધોસરૂ, જોતર ઘુધરમાળ, ચકલાથી શણગારે હોય અને આજુબાજુના ખેત - ઓજારના સાધનો સાતી, દંતાળ, બવાળી, ખરપીયો, કોળીયા, બુગણ, કંડાપ, ધમેલુ, નીદીમાણીયા, ઓરણી જેવા ઘણા ઓજારોનુ પ્રદર્શન તથા સેલ્‍ફી પણ પાડી શકશો.
ECO ટુરીઝમ
પક્ષીને કલરવ જાત જાતના પક્ષીઓ સાથે આધુનિક ગાર્ડનમાં દેશી મજા અમારૂ ગ્રામ વિહાર - કુદરતી સૌંદર્યનો એક અદ્‌્‌ભુત ખજાનો છે જે ન્‍યારી ડેમનાં કોઢો ડેમના પક્ષીનો અવાજ સંભળાય તેવી જગ્‍યા સાથે આજુ બાજુમાં વિશાળ જંગલો એમા વિવિધ વનસ્‍પતી અને વનસ્‍પતીની જાણકારી મળશે સાથે પશુ-પક્ષીની પણ જાણકારી મળે તેવી જગ્‍યા સાથે એન્‍ડવેન્‍ચર, ટ્રેકીંગ કરાય તેવી બેસ્‍ટ જગ્‍યા તમારૂ મન મોહી લેશે.
કાઠીયાવાડી ભોજન વ્‍યવસ્‍થા/પાણી વ્‍યવસ્‍થા
ગ્રામ વિહાર એ પણ ગુજરાતનું તો જમવાનું તો ગુજરાતી જ હોયને એ પણ કાઠીયાવાડી, મીઠાઇ અને ફરસાણ સાથે જમવાનું રાખવામાં આવશે માટીના વાસણોમાં અને તમે જમશો બાયોડીગોર્ડબલ એવા શેરડીના સોતામાંથી બનેલ ડીશ વાટકા અને ગ્‍લાસનો ઉપયોગ કરવામાં આવે છે. એ સાવ એકદમ ઠંડા ગોળા અને નાન નું પાણી એ પણ માટીના ગ્‍લાસ/બોક્ષમાં અને ચા પીવી હોય તો માટીના કુડીયામાં તો આવી મજા તો ગ્રામ વિહાદ્યમાં જ આવે.
આયુર્વેદિક જ્ઞાન/વનસ્‍પતિ જ્ઞાન/વાવેતર
ગ્રામ વિહારમાં અંદર પ્રવેશતાજ તમને માતા તુલશીના દર્શન થશે સાથે તેમની આજુબાજુ બધી જ પ્રકારની ભાજી પાલક, મેથી તાદળશો...જેવી અને વનસ્‍પતિ તમે બાળકોને બતાવી શકશો અને તેની ઉંડાણપૂર્વકની સમજ બાળકોને પોષણ મેળવવામાં મદદરૂપ થાશે સાથે જુદી જુદી વનસ્‍પતિના નામ પણ તમો જાણી શકશો.
એક ખાસ એવી જગ્‍યા કે તમો વનસ્‍પતીને બીજ સ્‍વરૂપે પ્‍લાની થેલીમાં વાવી શકશો અને તે ઉગે પછી તમો લઇ પણ શકશો તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
સ્‍વીમીંગ પૂલ/રેઇન ડાન્‍સ
વિશાળ સ્‍વીમીંગ પૂલ એરિયા જયાં પાણીમાં છબા કરી શકો બાળકો માટે અલગ વ્‍યવસ્‍થા પાણીની ન વર્તાય તેવી જગ્‍યા સાથે ખુલ્લા વાતાવરણમાં રેઇન ડાન્‍સ પ૦થી વધારે ફુવારોની નીચે ઉનાળામાં ચોમાસાનો આનંદ માણવા લાયક જગ્‍યા એટલે ગ્રામ વિહાર
રેસ્‍ટ એરિયા/ગાર્ડન એરિયા
નારિયેલી બોટલ પામની જોડી જો રસ્‍તો આજુમાં નદી અને નદી કાંઠે વૃક્ષોની હારમાળા પાન્‍ડા ફાયકસ અને ટેકોમાની વચ્‍ચે ખાટલામાં એ પણ વાણવાળા જો સુવાની મજા પક્ષીનો કલરવ આજુબાજુ ભેંસ - ગાયોનો અવાજ નયનરમ્‍ય દૃશ્‍યોને શાંતિ વાળી જગ્‍યા પૂરા ઓકિસજન સાથે આરામ માત્ર ગ્રામ વિહારમાં.
આભાર વ્‍યકત
હેવન પાર્ટી પ્‍લોટ વાગુદડ રોડ રાજકોટ જે ગંભિરસિંહ બારડ અને બારડ કુટુંબનું છે. જેમણે અમોને આ બાળકોના સર્વાંગી વિકાસ માટેનો કન્‍સેપ્‍ટ ઉભું કરવા માટે જગ્‍યા ફાળવી અને તે સમાજના ખુલી મુકાય અને આ પ્રકૃતિ અને આધ્‍યાત્‍મિક જગ્‍યા એટલે કુદરતને ખોળે રમવાનું બધાને માટે અહીં સરળ બને તે હેતુથી જગ્‍યા ફાળવેલ એટલે ગંભીરસિંહ બારડનો અમો આભાર માનીએ છીએ તેમ દ્રુપદ ભટ્ટ અને જનક સુરાણીએ જણાવ્‍યું હતું.

   વેકેશન સ્‍કીમ
ગ્રામ વિહારમાં ૧૨ વર્ષથી ઉપરની એક વ્‍યકિતનો ફૂલ-ડે ચાર્જ રૂા. ૬૬૬ છે. ૪ થી ૧૨ વર્ષના બાળકો માટે રૂા. ૪૪૪ છે, ૧ થી ૪ વર્ષના બાળકો માટે ફ્રી છે. હાલ વેકેશનમાં વિશેષ સ્‍કીમ અમલમાં છે, જેમાં ક્રમાનુસાર રૂા. ૫૫૦ તથા રૂા. ૩૫૦ રખાયા છે. આ અંગે વધારે વિગતો માટે મો. ૯૪૨૮૨ ૨૫૫૫૫ / ૯૯૦૪૦ ૫૦૩૭૪ નંબર પર સંપર્ક થઇ શકે છે.

માટી - વાસની આઇટમોનું પ્રદર્શન
માટી કલા અને તેના વિવિધ વાસણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેવા જુના વાસણોનું પ્રદર્શન વાસ અને તેના વાસણો જયારથી મનુષ્‍ય અવતારની શરૂઆત થઇ ત્‍યારથી ઘાસ અને વાસની આઇટમોનો ઉપયોગ રહયો છે તેનું પ્રદર્શન.

મડ - ગૌ છાણ સ્‍નાન
અહીં જયારે મડસ્‍નાન એટલે કાળી માટીમાં સ્‍નાન તથા ગૌછાણમાં સ્‍નાન કરવું હોય તો તે પણ કરી શકો તેવી વ્‍યવસ્‍થા કરેલ છે.

ઓર્ગેનીક મોલ
*    સંતરા પીપર, પાન પિપર, ટીકડા વગેરે જુની વસ્‍તુનો ખજાનો.
* ચોપાટ, ગીલીડંડા, લખોટી, ગરીયા વગેરે પણ તમે ખરીદી શકો (આયુર્વેદ ફ્રુટ જયુશ)
* જુદા જુદા દેશી સરબત, સાકર અને ગોળમાંથી બનાવેલ એ પણ નેચરલ
* મકાઇ, ધાણી, ખારીશીંગ, પત્તાસા, કાજુ જેવી જુનવાણી ચીજ વસ્‍તુ.
* આઇસ્‍ક્રીમ-કોઠીનું કેન્‍ડી દેશી બનાવટની   
* ફ્રોઝોન ફુટ પણ મળશે.
* આયુર્વેદિક આઇટમ તથા નેતરંગ નેચર ડબલનું શુધ્‍ધી મધ ફીંડલા થોરનું જયુસ.

 

(4:10 pm IST)