Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા ૧ દિકરીના લગ્ન અને ૧૨ બટુકોને યજ્ઞોપવિત

રાજકોટઃ અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા ૧ દિકરીના તથા ૧૨ બટુકોના સમુહ જનોઇ (ઉપનયન સંસ્‍કાર) નું આયોજન કરાયું હતુ. સંસ્‍થાના સક્રિય જે.ડી. ઉપાધ્‍યાય તથા માધવી બેન ઉપાધ્‍યાયની આગેવાનીમાં તથા ભાઇઓ બહેનોની સમગ્ર ટીમ મેમ્‍બરોએ સૌ સાથે મળીને આયોજન કરવામાં આવેલ હતું વિરાણી બહેરા-મુંગા શાળા, ઢેબરભાઇ રોડ ખાતે સંપન્ન થયેલ આ અવસરે ચિરાગભાઇ ધામેચા તરફથી પાનેતર ચુંદડી, વર્કવાળી સાડી, ડ્રેસનું કાપડ વગેરેના દાતા તરીકે માધવીબેન  ઉપાધ્‍યાય,ઇલાબેન વ્‍યાસ, દિપાલીબેન પરાગકુમાર હંઝ, સ્‍વ.ચંદ્રકાંતભાઇ શાંતિલાલ ત્રિવેદી, મમુભાઇ ફ્રુટવાળા, ગીતાબેન મહેશકુમાર યાજ્ઞિક, જયશ્રીબેન જોશી એ લાભ લીધો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્‍થિત રહી આશીર્વાદ આપેલ. દિપ પ્રાગટય ડો. કમલેશભાઇ જોષીપુરા (ભુ.પુ.કુલપતિ, સૌરાષ્‍ટ્ર યુનિ.) તથા ભાવનાબેન જોષીપુરા (પ્રથમ મહિલા મેયર, રાજકોટ મહાનગરપાલિકા), દર્શિતભાઇ જાની (પ્રમુખશ્રી, સમસ્‍ત બ્રહ્મસમાજ), ડો. જયમન ઉપાધ્‍યાય (પૂર્વ મેયર મહાનગરપાલિકા), રાજેન્‍દ્રસિંહ ગોહિલ (વોર્ડ નં.૨ પ્રમુખ, ભા.જ.પા), અતુલભાઇ પંડિત (ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિ), કિરીટભાઇ પાઠક (રીટાયર્ડ ડે.રજીસ્‍ટ્રાર, સૌરાષ્‍ટ્ર યુનિ.), શ્રીમતી મધુબેન ઇશ્વરભાઇ ભરાડ (ગૃહમાતા, બહેરા- મુંગા શાળા) રમેશભાઇ દવે (સ્‍વદેશી જાગરણ મંચ), સર્મપણ ચેરીટેબલ ટ્રસ્‍ટ (તેજલભાઇ મહેતા) ના હસ્‍તે કરવામાં આવેલ.  આ સમગ્ર ભવ્‍ય આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના અગ્રણીઓ જે.ડી.ઉપાધ્‍યાય (અધ્‍યક્ષ), જયેશભાઇ જાની (એડવોકેટ અને નોટરી), જયુ અદા શાષાી, રાહુલભાઇ ક્ષોત્રીય, જયેશભાઇ જોશી, ભરતભાઇ પંડયા (ટ્રસ્‍ટી-ધારેશ્વર મહાદેવ ટ્રસ્‍ટ), બીપીનભાઇ ભટ્ટ કમલેશભાઇ જોશી, લલીતભાઇ ઉપાધ્‍યાય, અંકિતભાઇ ઉપાધ્‍યાય, કમલેશભાઇ ત્રિવેદી, વિમલભાઇ ત્રિવેદી, અમીતભાઇ શુકલ, મનીષભાઇ પંડયા, પરાગભાઇ હંઝ, જોશભાઇ ત્રિવેદી, દિલીપભાઇ પુરોહિત તેમજ મહિલા અગ્રણીઓમાં અધ્‍યક્ષ શ્રીમતી માધવીબેન જે.ઉપાધ્‍યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબુન શુકલ, હીમાબેન ઉપાધ્‍યાય, નિશાબેન પંડયા, જયશ્રીેબેન ક્ષોત્રીય, ભાર્ગવી ભટ્ટ, જયોતીબેન જાની, ઇલાબેન વ્‍યાસ, દિપાલીબેન પરાગકુમાર હંજ વગેરે સહિત સમગ્ર ટીમ ઉત્‍સાહભેર જહેમત ઉઠાવેલ હતી.

(4:05 pm IST)