Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વરલી અને તીનપતીનો જુગાર રમતા ૧ર ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે છ, કુવાડવા પોલીસે-ત્રણ ભકિતનગર અને માલવીયાનગર પોલીસે બેને પકડાયા

રાજકોટ તા. ૧૯: થોરાળામાં સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા અને કોન્સ. વિજયભાઇ મેતા ને બાતમી મળતા સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી બંધ શેરીમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મુળ યુપી હાલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૩ ના મનોજ ચૌહાણ શ્રી શંભે  ચૌહાણ, જંગલેશ્વર રાધાકૃષ્ણ શેરી નં. ૭ ના શ્રીકાંત શ્રીરામજીત ચૌહાણ, રાધાકૃષ્ણ શેરી નં. ૧ ના ઉપેન્દ્ર રાજભર મુસાફીર રાજભર, શેરી નં.૯ના શ્યામ સુંદર ઉમરાઉ ચૌહાણ, અરવીંદ ગોવર્ધન ચૌહાણ, શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૭ના ઉમેશ રામાધારભાઇ ચૌહાણને પકડી લઇ રૃા. ર૬,૩૩૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી આ કામગીરી પી.આઇ. વાય. બી. જાડેજા હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, કુલદીપસિંહ, અશ્વીનભાઇ તથા વીજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. બી. એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. આર. વાણીયા, એ.એસ.આઇફ. એચ. એમ. ઝાલા, હેડ કોન્સ. અરવીંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ, કોન્સ. વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઇ, રઘુવીરભાઇ તથા નિલેશભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે માલીયાસણ ગામ સ્મશાન સામે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા અમોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં. ૩ના દિનેશ કરશનભાઇ સાકરીયા, માલીયાસણ ગામના વશરામ હિન્દુભાઇ મેવાડા અને હર્ષદ નાનજીભાઇ ચાવડાને પકડી લઇ રૃા. ૬૭૬૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

સોરઠીયાવાડી સર્કલ પાસે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. ડી. એ. બોરીચા તથા કોન્સ. મનીષભાઇ ચાવડા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા મનીષ દીલીપભાઇ સોઢા (રહે. ગાયત્રીનગર શેરી નં. ૩) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. એ. બી. વીકમા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા વિજય કેશુભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૪૪) (રહે. વિજય પ્લોટ શેરી નં. ર૧) ને પકડી લઇ રૃ). ૧રપ૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

(3:38 pm IST)