Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જનરલ બોર્ડમાં ભાજપ-આપ વચ્ચે આક્ષેપબાજીઃ કોંગ્રેસનું મૌન બોર્ડમાં ૬ સભ્યો ગેરહાજર

રાજકોટ : આજે મળેલ મનપાના જનરલ બોર્ડમાં ભાજપના ૬૮ પૈકી ૬ર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૬૬ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

રાજકોટ તા. ૧૯: મ્યુનિ. કોર્પોરેશનનાં દ્વિમાસિક જનરલ બોર્ડમાં આજે કોંગ્રેસ માંથી 'આપ'માં જોડાયેલા સભ્ય વશરામભાઇ સાગઠિયા અને ભાજપના સભ્યો વચ્ચે રાજકિય આક્ષેપબાજીઓ થઇ હતી. આ તુ-તુ-મે-મે માં કોંગ્રેસના સભ્યો મૌન રહ્યા હતા.મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૧પના કોર્પોરેટર કોમલબેન ભારાઇનો હતો. આ પ્રશ્નની ચર્ચા દરમિયાન ભાજપના સભ્ય જયમીન ઠાકર, નીતીન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા તથા વિનુભાઇ ધવા, પુષ્કર પટેલ સાથે વશરામભાઇ સાગડિયા વચ્ચે રાજકિય આક્ષેપબાજીઓ થવા લાગી હતી.

દરમિયાન જયમીન ઠાકર, નીતીન રામાણી તથા વિનુ ધવા, વર્ષાબા સુરેન્દ્રસિંહ વાાળ, વશરામ સાગઠિયાને ટકોર કરી હતી કે તમે કોંગ્રેસ સાથે ગદારી કરી છે. રાજકોટની જનતાનું ભલું તમે  શું કરવાના કોંગ્રેસે તમને ટીકીટ આપી વિજયી બનાવ્યા બાદ તમે પક્ષ પલ્ટો કર્યો છે. કોંગ્રેસે કાઢી મુકવાના આક્ષેપો કર્યા હતા.

વધુમાં ભાજપના સભ્યોએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોર્પોરેટર પદેથી રાજીનામું આપી ફરી ચુંટણી લડી જીતી બતાવો.

જયારે વશરામ સાગઠિયાએ તમામ ભાજપના સભ્યોના આક્ષેપોના જડબાતોડ જવાબો આપ્યા હતા અને તેઓએ રાજકીય ચર્ચાને બદલે પ્રશ્નની ચર્ચાની માંગ કરી હતી.

આ જનરલ બોર્ડમાં રાજકીય આક્ષેપબાજીમાં કોંગ્રેસના બન્ને સભ્યો મૌન રહ્યા હતા.

(3:37 pm IST)