Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

બંધ મકાનની દિવાલ ટપી ચોરી કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૧૯ :  બંધ મકાનમાં દિવાલ ટપી બારીની જારી તોડી મકાનમાં પ્રવેશ કરી ટી.વી. બ્રાસના નળ, સોની કંપનીના સ્‍પીકર ચોરી કરાવના ગુન્‍હામાં આરોપીને જામીન પર છોડવાનો અત્રેની સેસન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.

આ બનાવની હકિકત એવી છે કે, ફરીયાદીના બંધ રહેણાંક મકાનમાં દિવાલ ટપી બારીની જારી તોડી મકાનમાં પ્રવેશ કરી એલ.ઇ.ડી.ટી.વી. ૪૩ ઇંચનું ટી.વી. ૩ બાથરૂમના નળ કુલ ૧૧ બ્રાસના નળ, સોની કંપનીના સ્‍પીકર નંગ -પ એમ મળીને કુલ રકમ રૂા. ૪૩૦૦૦/- નો મુદ્દામાલ ચોરી થયા અંગેની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુ.ર.નં. ૧૧ર૦૮૦પ૦ર૦૮૧૭/ર૦રર ઇ.પી.કો. કલમ ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુન્‍હો નોંધાયેલ હતો.

આ ગુન્‍હા અંગે પોલીસે તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કરતા ર વ્‍યકિત મોટરસાઇકલ ઉપર ટી.વી. લઇને જતા જોયેલા હતા અને તેઓની વર્તુણૂંક શંકાસ્‍પદ જણાતા પોલીસે તે બન્ને વ્‍યકિતઓની ઓળખાણ મેળવી તેઓના ઘરે તપાસ કરતા તેઓની પાસે મુદ્દામાલ મળી આવેલ હતો. જે અંગે પોલીસે અર્જુન જયંતિભાઇ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હતો ત્‍યારબાદ આરોપીએ પોતાના વકીલ મારફત જામીન પર મુકત થવા માટે અરજી કરેલ હતી. જે જામીન અરજીની સુનાવણી સમયે આરોપી વતી તેના એડવોકેટ રજુઆતો તથા ધારદાર દલીલો કરેલ હતી અને વડી અદાલતનોના ચુકાદાઓ રજુ કરતા જે ધ્‍યાને રાખીને નામ, સેસન્‍સ કોર્ટ રાજકોટે આરોપી અર્જુન જયંતિભાઇ સોલંકીને જામીન પર મુકત કરેલ હતો.

(3:01 pm IST)