Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કુંડલીયા કોલેજ ખાતે ૩૩ હોસ્‍પીટલો દ્વારા રેમેડેસિવીર ઇન્‍જેકશન મેળવવા ભારે ધસારોઃ ગઇકાલે ૧૮પપ બાદ બપોર સુધીમાં ૧૭૩૪ અપાયા

કુલ ૧૦ કાઉન્‍ટરો ઉપર કાર્યવાહી : સ્‍ટાફની ભારે તંગી હોય સમય વધુ લાગતો હોવાનો નિર્દેશ : રીટેલ-હોમ આઇસોલેશન ઇન્‍જેકશન મેળવનાર પણ ઢગલાબંધઃ સીટી પ્રાંત-૧ ગઢવી દ્વારા સતત મોનીટરીંગ

ચૌધરી હાઇસ્‍કુલની બાજુમાં આવેલ કુંડલીયા કોલેજ ખાતેના કલેકટરની રેમેડેસિવીયર ઇન્‍જેકશન ડેપો ઉપર આજે સતત ત્રીજા દિવસે પણ ઇન્‍જેકશન મેળવવા લાંબી લાઇનો લાગી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્‍યા મોહને ચૌધરી હાઇસ્‍કુલની બાજુમાં આવેલ કુંડલીયા કોલેજ ખાતે રેમેડેસિવીયર ઇન્‍જેકશન આપવા અંગે ખાસ ડેપો શરૂ કર્યો છે, અને તે માટે નોડલ ઓફીસ તરીકે સીટીપ્રાંત-૧ શ્રી ગઢવીને જવાબદારી સોંપી છે, શ્રી ગઢવી સતત આ બાબતે દિવસ-રાત મોનીટરીંગ કરી રહ્યા છ.ે

સીટીપ્રાંત-૧ શ્રી ગઢવીએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે ગઇકાલે ત્રણે પ્રકારના થઇનેકુલ ૧૮પપ ઇન્‍જેકશન અપાયા હતા. અને આજે બપોરે ૧ાા વાગ્‍યા સુધીમાં ૧૭૪૩ ઇન્‍જેકશન આપી દેવાયા છ.ે

તેમણે જણાવેલ કે રાજકોટની ૩૩ જેટલી ડીટીકેટેડ હોસ્‍પીટલનો ભારે ધસારો રહ્યો છે. છે, તેમના કાઉન્‍ટર અલગથી શરૂ કરી દેવાયા છ.ે

તેમણે જણાવેલ કે રીટેલ-હોમ આઇસોલેશન દર્દીઓ કે જેમના એમ. પી. ડોકટરોએ પ્રિસ્‍પીકશન આપ્‍યા છે, તેવા લોકોની પણ ઢગલાબંધ સંખ્‍યા ઇન્‍જેકશનમાં નોંધાઇ છે, તેમણે જણાવેલ કે હાલ ૧૦ કાઉન્‍ટર છ.ે  અને બીજા ૪ કાઉન્‍ટર કાલ સાંજ સુધીમાં શરૂ થઇ જશે.

અત્રે એ નોંધનીય છે કે ઇન્‍જેકશન આપવામાં જે સમય લાગી રહ્યો છે, કલાકો સુધી લોકો હેરાન થાય છે, તેમાં મુખ્‍ય કારણ સ્‍ટાફની અછત છે, કલેકટરે મોટાભાગનો સ્‍ટાફ સમરસ અને કેન્‍સર કોવીડ સેન્‍ટરમાં મુકી દીધો છે, આ ઇન્‍જેકશન ડેપો ઉપર સ્‍ટાફ મુકવો જરૂરી બની ગયું છે, જેથી કરીને લોકો હેરાન ન થાય, અને બેકલોગ પણ ઘટાડી શકાય.

(3:39 pm IST)