Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જન્મ દિવસ પરીવાર સાથે ઉજવવાને બદલે સિવીલમાં દર્દીઓની સારવારમાં ઉજવ્યોઃ ડો. જનકસિંહને શુભેચ્છા

રાજકોટ : રાજકોટના જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહીલનો ગઇકાલે જન્મ દિવસ હતો, ર૦૦૯ ની બેચના આ સરકારી અધિકારીનો જન્મ ૧૮ એપ્રિલે ૧૯૮ર માં થયો છે. તેમણે ૩૯ વર્ષ પૂરા કરી ૪૦મા પ્રવેશ કર્યો, ગઇકાલે જન્મ દિવસ હતો, પરીવાર સાથે ઉજવવાને બદલે કલેકટરે ફરજ સોંપી હોય સવારે ૯ થી રાત્રીના ૯ સુધી નોડલ ઓફીસર તરીકે સીવીલમાં સતત લેવા આપી દર્દીઓની સારવારમાં પોતાનો જન્મ દિવસની ઉજવણી  સાર્થક કરી હતી, ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના વતની ડો. જનકસિંહ ગોહીલ પાસે અમરેલી જીલ્લાનો અને રાજકોટ જીલ્લા પ્રોગ્રામ ઓફીસર આઇસીડીએસનો પણ વધારાનો ચાર્જ છે.

(11:03 am IST)