Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વોર્ડ નં. ૧૫ માં કોંગ્રેસના કાંગરા ખેરવતુ ભાજપ : અનેકે કેસરીયો ધારણ કર્યો : સભા સંબોધતા રાઠોડ - રૈયાણી

ઉમેદવાર વરજાંગભાઇ હુંબલ, વિનુભાઇ કુમારખાણીયા, ગીતાબેન પારઘી, ડો. મેઘાવીબેન સિંધવને ચોમેરથી આવકાર

રાજકોટ : મહાનગરપાલીકાની ચુંટણી ધ્યાને લઇ વોર્ડ નં. ૧૫ માં ભાજપે પ્રચાર પ્રસાર કાર્ય વેગવંતુ બનાવ્યુ છે.  વોર્ડ નં. ૧૫ ના ઉમેદવારો વરજાંગભાઇ હુંબલ, વિનુભાઇ કુમારખાણીયા, ગીતાબેન પારઘી, ડો. મેઘાવીબેન સિંધવને જીતાડવા મળી રહેલ સભાઓમાં લોકોનું પ્રચંદ સમર્થન મળી રહ્યાનું એક યાદીમાં જણાવાયુ છે. દરમિયાન બહુજન સમાજ પાર્ટીના રાજકોટના પ્રભારી ભનુભાઇ ખીમસુરીયા, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના સદસ્ય શરદભાઇ તલસાણીયા, મુકેશભાઇ રાજપરા, ચંદ્રેસ સાપરા, રોહીત વજકાણી, રામભાઇ હેરભા, નિલેશ હેરભા, મનુભાઇ હેરભા, કિશોરભાઇ ભાણાભાઇ મકવાણાએ સમગ્ર ટીમ સાથે ભાજપની વિચારધારા અપનાવી કેસરીયો ખેસ ધારણ કરતા ઉમળકાભેર તેમને આવકારવામાં આવ્યા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, વોર્ડ નં. ૧૫ ના ભાજપના પ્રભારી સંજય ગોસ્વામી, ચુંટણી ઇન્ચાર્જ ભીખુભાઇ ડાભી, વોર્ડ પ્રમુખ સોમભાઇ ભાલીયા, મહેશભાઇ બથવાર, રત્નાભાઇ મોરી, પાંચાભાઇ વજકાણી, શામજીભાઇ ચાવડા સહીતના ભાજપ આગેવાનો તેમજ વોર્ડના તમામ શ્રેણીના કર્યકર્તા ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.  લોકલાડીના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને ન્યુ રેસકોર્ષ, અટલ સરોવર, એરપોર્ટ, અદ્યતન બસ સ્ટેન્ડ, આવાસ સયોજનાઓની અમુલી ભેટ ધરી છે. ત્યારે ભાજપે ખરાઅર્થમાં સતાને સેવાનું માધ્યમ બનાવેલ હોવાનુંૅ સભા સંબોધતા આગેવાનોએ જણાવ્યુ હતુ. આ તકે ભાજપના વોર્ડ નં. ૧૫ ના ઉમેદવારો વરજાંગભાઇ હુંબલ, વિનુભાઇ કુમારખાણીયા, ગીતાબેન પારઘી, ડો. મેઘાબેન સિંધવને જંગી બહુમતીથી જીત અપાવવા લોકોએ ઉત્સાહ દાખવ્યો હતો. તેમ ભાજપની યાદીમાં જણાવાયુ છે.

(4:02 pm IST)