Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પ્રોહિબીશનના ગુનામાં નાસતા-ફરતાં આરોપીના હાઇકોર્ટમાં આગોતરા મંજુર

રાજકોટ, તા. ૧૯ : પાંચ મહિનાથી ફરાર પ્રોહિબિશનના આરોપી આગોતરા જામીન મંજૂર કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર મહિના માં પ્રોહિબિશન એકટ હેઠળ દાખલ થયેલ ગુનામાં હસીમ હનીફભાઇ પરમારનાઓ ને મુખ્ય આરોપી બનાવામાં આવેલ હતા. એફ.આઈ.આર. મુજબ વારદાત એવી છે કે તા.૧૨.૦૯.૨૦૨૦ ના રોજ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના પોલીસકર્મી ખાનગી વાહનમાં પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન તેઓને ખાનગી રાહે માહિતી મળી આવેલ કે વિનાયક ટ્રાવેલ્સ નામક ટ્રાવેલ્સ કંપનીની ભીલડ થી પોરબંદર જતી બસ માં શેમ્પૂના  કેરબાની અંદર ભારતીય બનાવટીની અંગ્રેજી દારૂની બોટલો સૂચિત આરોપી હસીમ હનીફભાઇ પરમાર દ્વારા મંગાવામાં આવેલ છે જે બસ માંથી મુદ્દામાલ હસીમ હનીફભાઇ પરમારનાઓ ગોંડલ ચોકડી આવી મેળવાના છે. મુદ્દામાલની જપ્તી દરમ્યાન મેળવવાના પોલીસકર્મિયોને ૯૩ નંગ ભારતીય બનાવટીની અંગ્રેજી દારૂની બોટલો મળી આવેલ હતી. પોલીસ પંચ સમક્ષ બસના ડ્રાઈવર તથા કલીનરએ જણાવ્યું હતું કે શેમ્પૂના કેરબા ઉપર ચોટાડેલ બિલ્ટી ઉપર લખેલ મોબાઈલ ફોન નંબર વાળા વ્યકિતને ફોન કરેલ છે અને તેઓ કેરબા લેવા આવશે જે મોબાઇલ ફોન નંબર પોલીસકર્મીએ મોબાઇલ આપ્લિકેશમાં ચકાસતા સૂચિત આરોપી હસીમ હનીફભાઇ પરમારના નામે જણાઈ આવેલ હતો. ત્યારબાદ પોલીસકર્મી દ્વારા સ્થળ ઉપર અલગ અલગ સ્થાને વોચ ગોઠવી દીધેલ અને સૂચિત આરોપી હસીમ હનીફભાઇ પરમાર ના આવાની રાહ જોઈ હતી પરંતુ કોઈ કેરબા લેવા આવેલ નહી જેના પરિણામરૂપે પોલીસકર્મી આરોપીની ધરપકડ કરવામાં સફળ રહ્યા ન હતા.

આરોપી તરફે વકીલશ્રી ધ્રુવ ટોળીયા ની દલીલ તે રીતની હતી કે માત્ર બિલ્ટી ઉપર મળી આવેલા મોબાઇલ ફોન નંબરના આધારે સૂચિત આરોપી હસીમ હનીફભાઇ પરમારને ગુનામાં ખોટી રીતે સંડોવાયેલા છે જેની ગુજરાત હાઈ કોર્ટએ નોંધ લઇ હસીમ હનીફભાઇ પરમારની આગોતરા જામીન અરજી મંજુર કરી હતી.

(2:47 pm IST)