News of Monday, 19th February 2018

મતગણતરી કેન્દ્રમાં પુષ્કર પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે ગરમાગરમી

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૪ ની પેટા ચુંટણીની આજે સવારે મતગણતરી યોજાઇ હતી. તે વખતે મતગણતરીનું (જુની કલેકટર કચેરી, ઠક્કર બાપા હાઇસ્કુલ) ખાતે કેન્દ્રમાં જઇ રહેલા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને ફરજ પરનાં પોલીસ અધિકારીએ અટકાવતાં બંન્ને થોડીવાર ગરમાગરમી સર્જાઇ હતી. જો કે બાદમાં શહેર ભાજપ પ્રમુખ નજરે પડે છે. જો કે બાદમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ મામલો થાળે પાડયો હતો. તે છેલ્લી તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:52 pm IST)
  • યોગીની એન્કાઉન્ટર ઝુંબેશે યુપીમાં તરખાટ મચાવ્યોઃ ૧૪૨ વોન્ટેડ ગુંડા સામેથી હાજર : ૭૧એ જામીન રદ્દ કરાવ્યાઃ યોગીના એન્કાઉન્ટરના ધમધમાટથી ગુંડા - અપરાધીયોમાં ભારે ફફડાટ : ૧૪૨ વોન્ટેડ ગુન્હેગારો સામેથી સરેન્ડર થયા : ૭૧ આવા નરાધમોએ સામેથી પોતાના જામીન રદ્દ કરાવી જેલભેગા થઈ ગયા અને જામીન મળવા છતાં ૨૬ જેટલા આરોપીઓ જેલમાંથી બહાર આવતા જ નથી access_time 11:55 am IST

  • અમેરિકામાં તાજેતરમાં ફ્લોરિડાની હાઈસ્કૂલમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં બચી ગયેલા લોકો, સમસ્ત અમેરિકાના વિદ્યાર્થીઓ સાથે 24 માર્ચના રોજ વોશિંગટન માં રેલી યોજીને સરકાર પર અમેરિકામાં 'ગન કંટ્રોલ' કરવા માટે દબાણ લાવશે, જેથી ભવિષ્યમાં આવી હાહાકાર મચાવતી ઘટનાઓ ના બને access_time 9:14 am IST

  • ગુજરાત નગરપાલિકા ચુંટણીઓના છેલ્લા પરિણામોઇઃ કુલ બેઠકઃ ૭૨, ભાજપઃ ૪૪, કોંગ્રેસઃ ૧૩, અન્‍યઃ ૫, ટાઇઃ ૩, અનિર્ણિતઃ ૭ access_time 4:26 pm IST