Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી દ્વારા વકીલોને ૧૪૦૦થી વધુ કોરાનાની કીટ વિતરણ

વકીલો ઉપરાંત કોર્ટ સ્ટાફ-પોલીસ કર્મચારીઓને પણ કીટનું વિતરણ

રાજકોટ, તા.૧૯ : રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી તથા તેમની ટીમ દ્વારા ગઇકાલે રાજકોટના ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રદ્ધાંજલી સ્વરૂપે સવિલ કોર્ટ કમ્પાઉન્ડરમાં વકીલને એક કોરોના મહાકાળમાં મદદરૂપ થાય એવી કીટનું વિતરણ રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇની હાજરીમાં કરવામાં આવેલુ હતું. આ સમયે સ્વ. અભયભાઇ ભારદ્વાજના સુપુત્ર શ્રી અંશભાઇ ભારદ્વાજ બાર કાઉન્સિલ ઇન્ડિયા મેમ્બર દિલીપભાઇ પટેલ તેમજ રાજકોટના તમામ ન્યાયીધો તેમજ બહોળી સંખ્યામાં વકીલો હાજર રહેલા હતાં.

પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાણી દ્વારા અગાઉ પણ વકીલોને કીટ અર્પણ થયેલ હતી, પરંતુ રાજકોટમાં મોટી સંખ્યામાં વકીલો હોય અમુક વકીલો આ જરૂરી કીટથી વંચિત હોય બકુલભાઇએ ફરીથી ગઇકાલે સોમવારે બાકી રહી ગયેલા વકીલો માટે કીટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને તમામ વકીલોને ડીસ્ટ્રીક જજશ્રી તેમજ અન્ય જજશ્રીઓ અંશભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલના હસ્તે તમામ વકીલોને કીટ વિતરણ કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત કોર્ટમાં નોકરી કરતા સ્ટાફ, પોલીસ કર્મીને પણ આ જરૂરી કીટ સુપ્રત કરવામાં આવી હતી. તેમજ રાજકોટના ત્રણ વકીલને શારીરીક તકલીફ પડેલ હોય તેમને શ્રી બકુલભાઇ રાજાણી દ્વારા ચેક ઉપરોકત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા રાજકોટ બાર એસોસીયેશનની ટીમ  તથા હોદેદારો તથા કારોબારી સભ્યોશ્રીઓ પડેપગે બજાવી હતી. રાજકોટના ૧૪૦૦થી વધુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

(4:17 pm IST)