Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રાજકોટમાં ૨ નો ભોગ લેવાયોઃ નવા ૧૮ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૪,૭૩૪ નોંધાયા તથા ૧૪,૧૩૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્‍યોઃ રિકવરી રેટ ૯૬.૦૭ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં ૨.૬૪ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૯: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્‍યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્‍યારે આજે ૨  દર્દીઓનાં મોત થયા  છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૮  કેસ નોંધાયા હતા.

સરકાર નિયુક્‍ત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્‍લામાં ગઇકાલે  કોરોનાથી   ૪ પૈકી એક  પણ મૃત્‍યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૮નાં સવારે ૮ વાગ્‍યાથી તા.૧૯ને આજ સવારનાં ૮ વાગ્‍યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨  દર્દીએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં  ૨૩૨૨  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્‍લામાં ૯૨ માઇક્રો કન્‍ટેનમેન્‍ટઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૧૮ કેસ

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં   કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૧૪,૭૩૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૧૩૮ લોકો સાજા થઇને હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ થતા ૯૬.૦૭  ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં  ૫,૫૭,૩૬૨ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૧૪,૭૩૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૯૬.૦૭ ટકા થયો છે.

નવા ૮ માઇક્રો કન્‍ટેનમેન્‍ટ ઝોન

શહેરમાં  ગઇકાલે નર્મદા પાર્ક, પરરસાણાનગર, કલ્‍યાણ સોસાયટી, કનકનગર, રણછોડ નગર, કોપર હાઇટસ, સુભાષનગર, અમૃતા સોસાયટી સહિતના નવા ૮ વિસ્‍તારોમાં માઇક્રો કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જયારે હાલમાં ૪૩ માઇક્રો કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન કાર્યરત છે.

(3:44 pm IST)