Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બર્ડફલુથી બચવાના ઘરેલું સરળ ઉપાયો

પક્ષીઓના પાણીના કુંડા, ડોગ (શ્વાન)ને સ્વચ્છ રાખવા

આશરે એક વર્ષના સમયગાળા પછી ધોરણ ૧૦-૧૨ના વર્ગો શરૂ કરવાનો સરકારશ્રીનો  નિર્ણય પ્રશંસનીય. સ્વયં શિસ્ત અને ઘરેલુ સરળ ઉપાયોનો પ્રયોગ કરીએ તો હાલની કોરોના, કોરોના સ્ટ્રેન અને બર્ડફ્લૂ જેવી મહામારીથી બચી શકાય છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વેકસીનનુ પરીવહન શરૂ થઈ ગયું છે. અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશની વેકિસન સસ્તી છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા રસી ટીકાકરણ અભિયાનની પણ વિશ્વમાં પ્રશંસા. કોરોનાની રસી કોરોના સ્ટ્રેનમાં પણ સારી અસર કરે છે તે પણ સારી વાત છે.સમગ્ર વિશ્વ કોરોનાની ઝપટમાંથી માંડ માંડ બહાર આવી રહ્યું છે. ત્યાં કોરોના સ્ટ્રેન તથા બર્ડફ્લૂના માઠા સમાચાર આવી રહ્યા છે. બર્ડફ્લુ મોટે ભાગે જંગલી પક્ષીઓમાં વધારે જોવા મળે છે.સરળ ભાષામાં ઓળખાતા બર્ડફ્લુને મેડિકલ-વૈજ્ઞાનિક ભાષામાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ(H5N1)થી ઓળખવામાં આવે છે.

બર્ડફ્લુનો ખતરો મોટેભાગે માંસાહાર કરતા લોકોમાં વધારે જોવા મળે છે.તેથી ગુજરાતમાં બર્ડફ્લુનો ભય બીજા રાજ્યો કરતાં પ્રમાણમાં ઓછો રહેશે.તેવુ અનુમાન બાંધી શકાય.જેમ કેન્સર થયા પછી ડોકટર દર્દીને કહે છે કે તમારે હવે તમાકુ છોડવી પડશે.તેવી જ રીતે બર્ડમાં બર્ડફ્લૂ શરૂ થઈ ગયો હોવાથી બર્ડફ્લુને હ્યુમનમા ફેલાતો રોકવા માંસાહાર છોડવો જોઈએ.

મોટે ભાગે ફ્લૂના વાયરસ ગળામાંથી ફેફસામાં અને ફેફસામાં જમાવટ કર્યા પછી ન્યુમોનિયા થાય છે ન્યુમોનિયા થયા પછી ફ્લુને લગતા રોગો  આગળ વધી જાય છે.આમ ફ્લૂના વાયરસને ગળામાંથી જ રોકી લેવામાં આવે તો ઘણી રાહત મળી શકે છે. આ માટે સરળ અને સાદા ઉપાયો અજમાવી શકાય છે. શરદીને રોકવા માટે દાદી-નાનીના નુસખા કે તાસીરને અનુરૂપ જે કંઈ ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ તે બધા ઉપાયોનો પ્રયોગ કરવો જોઈએ.

બર્ડફ્લુથી બચવાના સરળ ઉપાયો

આ સરળ ઉપાયો ડસ્ટ એલર્જી તથા અસ્થમા જેવી બીમારીમાં પણ રાહત આપી શકે છે.

(૧) બર્ડમાં બર્ડફ્લુ શરૂ થઈ ગયો હોવાથી હ્યુમનમા ફેલાતો રોકવા માટે માંસાહારથી દૂર રહેવું,(૨) પ્રાણી સંગ્રહાલય, પક્ષીધરથી દૂર રહેવું, (૩) ઘરે પક્ષી કુંજ અને પક્ષી તથા ડોગ હાઉસ અને ડોગ સરખી રીતે સાફ સુફ રાખવા-વેટનરી ડોકટરના સંપર્કમાં રહેવું (૪)ઈલેકટ્રીક મશીનની મદદથી પિવાના સાદા પાણીનો નાસ લેવો જેમાં ભેજવાળો કુદરતી ઓકિસજન મળે છે.(૫) ગળાના બહારના ભાગને પણ વરાળનો નાશ આપવો. (૬)પીવાનું સાદુ પાણી ગરમ કરીને પીતા રહેવું. (૭)વરાળથી હાથ પણ સાફ કરતા રહેવા. (૮)કોથળીનો શેક લેતા રહેવો. (૯)સોશ્યલ ડિસ્ટસ્ટિંગ જાળવવું (૧૦)ઘરની બહાર નીકળીએ ત્યારે મોઢામાં વિકસની ગોળી રાખવી (૧૧) રૂમાલનો માસ્ક બનાવો(૧૨)સરકારી તંત્ર દ્વારા બહાર પડતી ગાઈડ લાઈનને ચુસ્ત રીતે અનુસરવુ.

નિષ્ણાંતોની ટીમઃ (૧)ડો.કૃતાર્થ કાંજિયા, DNB TropMed Infectious Diseases specialist, સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ, મો.૮૧૬૦૬ ૦૧૩૬૫

(૨)ડો.નૈમિષ જાવિયા, MBBS,PG Studant Puna, મો.૭૯૮૪૫ ૧૯૫૯૫

આલેખનઃ અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫૫૬૦૧૨, મો.૯૪૨૮૮૮૯૫૬૦

(3:09 pm IST)