Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહપીર દરગાહ પાસે પેવર બ્લોકની કામગીરીઃ દરગાહ ફરતે ૧૧ કિલો ચાંદીનો શણગાર

રાજકોટઃ શહેરના હિન્દુ-મુસ્લિમ તથા સર્વે ધર્મની એકતા, લાગણી અને આસ્થાનું પ્રતિક ગણાતા હઝરત ગેબનશાહ પીરની દરગાહ પાસે 'સર્વ જન હિતાય એવમ્ સર્વ જન સુખાય'ના શુભ હેતુ સાથે પેવર બ્લોક લગાવવાની કામગીરીનું ઉદ્ઘાટન વોર્ડ નં. ૩ના ભાજપ પ્રમુખ હેમભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે વોર્ડ નં. ૩ના ભાજપના પ્રભારી મનુભાઈ વઘાસીયા, મહામંત્રી હિતેષભાઈ રાવલ, ભૂપેન્દ્રભાઈ શાહ, હરેશભાઈ જોશી, હારૂનભાઈ શાહમદાર, ફારૂકભાઈ બાવાણી, ઈશુભાઈ કટાર, રજાકભાઈ જામનગરી, હબીબભાઈ કટારીયા, રાજુભાઈ દલવાણી, હાજી મહંમદભાઈ પરમાર, ઈલુભાઈ કાશવાણી, કાસમભાઈ શેખ, અભિષેકભાઈ ગોરી, ઈકબાલભાઈ ભાણુ, હનીફભાઈ હાજી બાબુભાઈ દલ, સૈયદ એજાજહુસેન બુખારી, સૈયદ અજરૂદીન બાપુ વિગેરે સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો હાજર રહેલ હતા. આ તકે હઝરત ગેબનશાહ પીર (ર.અ.)ની દરગાહના ટ્રસ્ટ પ્રમુખ યુસુફભાઈ હાજીબાબુભાઈ દલે તમામનો આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો. પેવર બ્લોકની કામગીરીનો સંપૂર્ણ શ્રેય વોર્ડ નં. ૩ ના ભાજપ પ્રમુખ હેમભાઈ પરમારને આપતા જણાવેલ કે દરગાહ ટ્રસ્ટ રાજકોટ મ્યુ. કમિશ્નર, મેયર, ડે. મેયર, બાંધકામ સમિતીના ચેરમેન તથા સર્વે પદાધિકારીઓ અને અધિકારીઓનો પણ આભારી છે. આ કામગીરીથી અહીં સુવિધા અને સ્વચ્છતા બન્ને જળવાશે એવી લાગણી અને ખુશી વ્યકત કરી હતી. આ ઉપરાંત હઝરત ગેબનશાહ પીર (૨.અ.)ની દરગાહમાં મજાર શરીફ ફરતે આશરે ૧૧ કિલો ચાંદીથી શણગાર કામની શરૂઆત સૈયદ સાદાતના હસ્તે કરવામાં આવી. આ બન્ને કાર્યક્રમમાં હાજરી આપનાર સર્વેનો ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ હાજીબાબુભાઈ દલે તથા ટ્રસ્ટી હાજી ઈકબાલ બેગ, મહામંત્રી રહીમભાઈ સોરા, સહમંત્રી હાજી બશીરબાપુ બુખારી, હાજી સુલેમાનભાઈ જુણેજા, તૈયબભાઈ ભાણુ, હાસમભાઈ સુમરા, રમીઝભાઈ સિન્ધીએ આભાર વ્યકત કરેલ હતો.

(3:05 pm IST)