Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝનું ૯૭.૩ ટકા કામ પૂર્ણ : બન્ને ડોઝની કામગીરી ૪૮.૭ ટકા

કુલ ૫૯૨ પૈકી ૪૮૫ જેટલા ગામોમાં પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ

રાજકોટ તા. ૧૮ :.. જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા રસીકરણ કામગીરી ગતિશીલ રીતે ચાલી રહી છે. રાજકોટ શહેર સિવાઇ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના કાર્યક્ષેત્રમાં આવતા રસીપાત્ર લોકોની સંખ્યા ૧૦,૯પ,પ૬૮ છે. જિલ્લાના કુલ પ૯ર પૈકી ૪૮પ જેટલા ગામોમાં કોરોનાની રસીના પહેલા ડોઝની કામગીરી ૧૦૦ ટકા પુરી થઇ ગઇ છે. બીજી ડોઝ માટે સમય થતો જાય તે રીતે બીજો ડોઝ અપાતો રહે છે.

૧૦,૬૬,૦૧૬ લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. એટલે કે તે કામગીરી ૯૭.૩ ટકા પુરી થઇ ગઇ છે. ઉપરાંત પ,૧૯,૬પ૭ લોકો એવા છે કે તેમણે બન્ને ડોઝ લઇ લીધા છે. બીજા ડોઝની ૪૮.૭ ટકા કામગીરી પુરી થઇ છે. કુલ આપવા પાત્ર બન્ને ડોઝ પૈકી ૪૭.૪ ટકા ડોઝ અપાઇ ગયા છે. નજીકના ભવિષ્યમાં જ ૧ કોઇ દિવસ પસંદ કરી સરકારના કાર્યક્રમ મુજબ રસીકરણ માટે મહાઅભિયાન ચલાવાશે.

(4:54 pm IST)