Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સહકાર રોડ પર ચક્કર આવતાં બાઇક પરથી પટકાતાં હુડકોના યુવાનનું મોત

ધર્મેશ કુબાવતને માથામાં પથ્થર વાગી જતાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: સહકાર રોડ પર ચક્કર આવતાં કોઠારીયા રોડ હુડકોના યુવાન બાઇક પરથી પડી જતાં માથામાં પથ્થર લાગી જતાં ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતો ધર્મેશભાઇ કિશોરભાઇ કુબાવત (ઉ.વ.૪૦) સવારે બાઇક હંકારીને જતો હતો ત્યારે સહકાર રોડ નારાયણ નગર પાસે ચક્કર આવતાં બાઇક પરથી પડી જતાં માથામાં પથ્થર લગી જતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર યુવાન આર. ઓ. ફિટીંગનું કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:58 pm IST)