Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સુખરામનગરમાંથી બાઇક ચોરી નંબર પ્લેટ કાઢીને ફેરવતો શાહબાઝ પકડાયો

ક્રાઇમ બ્રાંચના અમિતભાઇ, ભાવેશભાઇની બાતમીઃ પી. એમ. ધાખડાની ટીમે પકડ્યોઃ મોજશોખ માટે ઉઠાંતરી કરી હતી

રાજકોટ  તા. ૧૮: ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસેથી ખોડિયારનગર-૧માં રહેતાં અને દરજી કામ કરતાં શાહબાઝ સતારભાઇ જોબન (ઉ.૨૦)ને રૂ. ૬૦ હજારની કિંમતના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે. આ બાઇક તેણે હુડકો સુખરામનગર શેરી નં. ૫માંથી વીસેક દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી કર્યુ હતું.

ડીસીબીના અમિતભાઇ અગ્રાવત અને ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી તેને પકડી લેવાયો હતો. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ, પ્રદિપસિંહ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્સ દરજી કામ કરે છે. મોજશોખ માટે વાહનની જરૂર હોઇ ચોરી કરીને નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો. પોલીસે પકડ્યો ત્યારે પહેલા તો બાઇક પોતાનું હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ બાદમાં પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં આ વાહન ચોરાઉ હોવાનું સ્પષ્ટ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 

(3:54 pm IST)