Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ડેરી મીલ્કની લાલચ આપી સગીરા ઉપરના બળાત્કાર કેસમાં આરોપીની રીમાન્ડ નામંજુર

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ શહેરમાં રહેતી એક સગીર વયની બાળાને ડેરીમીલ્ક મફત આપવાના બહાને સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં પકડાયેલ વેપારીની રીમાંડ અરજી અદાલતે રદ કરેલ છે.

બનાવની વિગતે સગીરાના વાલીએ રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં લખાવેલ ફરીયાદ મુજબ તેની પુત્રી બપોરે ટયુશનમાં જતી હતી ત્યારે આરોપી પારસ બેડીયાએ તેની સાથે ઓળખાણ કેળવી અને પછી તેને ધમકાવી અને રાજકોટની એક હોટલમાં લઇ ગયેલ અને સગીરાના પરિવારને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારેલ આટલુ જ નહીં પણ પછી આરોપીએ અવારનવાર સગીરાને તેના કૌટુંબીના ઘરે બોલાવી પોતાની હવશનો શિકાર બનાવેલ હતી તેવી ફરીયાદ નોંધાવેલ હતી.

આવી સ્ત્રી અત્યાચારની બળાત્કારની ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી અને રજાનો દિવસ હોઇ આરોપીને જજ ના બંગલે બળાત્કાર અને પોકસો એકટની અલગઅલગ કલમો સરની ફરીયાદ ના આધારે આરોપીના રીમાંડની માંગણી સાથે રજુ કરેલ હતો આ સમયે આરોપી તરફે બચાવ માટે એડવોકેટ અંતાણી દલીલ માટે હાજર થયા હતા.

બંને પક્ષની દલીલો સાંભળી રાજકોટ પોકસો કોર્ટના જજ એ આરોપીની રીમાંડની માંગ કરતી પોલીસની અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કેસમાં આરોપી વતી એડવોકેટ સંદીપ કે. અંતાણી રોકાયેલા હતા. 

(3:53 pm IST)