Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મનપાના વિવિધ સંકુલમાં દિવ્યાંગ ભાઇઓ-બહેનો માટે ૪૪ વ્હીલચેરની સુવિધા

દંડક સુરેન્દ્રસિંહ વાળાની સંવેદનશીલ રજુઆત સફળ

રાજકોટ,તા. ૧૮ : શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જાહેર કર્યું છે કે મ.ન.પા.ના વિવિધ લોક ઉપયોગી સંકુલોમાં દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. જે અંતર્ગત મ.ન.પા. વિવિધ ૪૪ વ્હીલચેર મુકવામાં આવી છે.

વધુમાં સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ છે કે, સરકાર દ્વારા જુદીજુદી રીતે દિવ્યાંગ રહેલા ભાઈ-બહેનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં રહેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તેને અનુસરીને જુદીજુદી યોજનાઓ અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનોને તેનો લાભ આપવામાં આવી રહયો છે. જેમ કે, આવાસ યોજનાઓમાં ૩ ટકા અનામત રાખવામાં આવેલ છે. સ્વરોજગાર માટે લોનની યોજના પણ અમલમાં છે. તેજ રીતે દિવ્યાંગ નાગરિકોને મહાનગરપાલિકાની અલગ અલગ કચેરીઓમાં કામ માટે ઓફિસે આવવાનું થાય છે ત્યારે તેઓને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે.

આ મુશ્કેલીને નિવારવા માટે કોર્પોરેશનના જુદા જુદા સંકલનોમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા સાથે પોતાનો વિચાર રજુ કરેલ. જે આવકારતા શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ મ્યુનિ. કમિશનર અમિત અરોરાને એક પત્ર પાઠવી મનપાનાં જુદાજુદા સંકુલોમાં દિવ્યાંગ નાગરિકો માટે વ્હીલચેર મુકાવવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકાએ આ અંગે સંવેદનશીલ નિર્ણય ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. (૨૨.૪૫)

કયાં સંકુલોમાં કેટલી વ્હીલચેરો ઉપલબ્ધ

સંકુલ

વ્હીલચેર

પ્રદ્યુમન પાર્કમાં

સેન્ટ્રોલ ઝોન (વોર્ડ ઓફિસ ખાતે)

સેક્રેટરી શાખા (વોર્ડ ઓફિસ ખાતે)

સેક્રેટરી શાખા (પદાધિકારી વિંગ)

ઓડીટોરીયમ, કોમ્યુનીટી હોલ (એસ્ટેટ)

સેન્ટ્રલ ઝોન સીવીક સેન્ટર

અમીન માર્ગ સીવીક સેન્ટર

કૃષ્ણનગર સીવીક સેન્ટર

શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો

૧૩

સેન્ટ્રોલ ઝોન કચેરી બંને સાઇડ લીફટ પાસે

વિવિધ લાઇબ્રેરી

નાના મવા મલ્ટી એકટીવીટી સેન્ટર

કુલ

૪૪

(3:52 pm IST)