Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કોમી એકતાનું પ્રતિક સમી ઢેબર કોલોનીની ગરબી

રાજકોટઃ શહેરમાં ઢેબર કોલોની વિસ્તારમાં છેલ્લા ૫૦ વર્ષથી જય શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં હિન્દુ બાળાઓની સાથોસાથ મુસ્લિમ બાળાઓ પણ ગરબીમાં ભાગ લ્યે છે. આ ગરબી કોમી એકતાનું પ્રતિક છે. બાળાઓનો નવદુર્ગા રાસ ખુબ જ લોકપ્રિય છે. ગરબી મંડળનું સંચાલન હિન્દુ- મુસ્લિમ લોકો સાથે મળી કરવામાં આવતું હોવાનું અનિલ જેઠવાની યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)