Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વોર્ડ નં.૩ના ગરબી મંડળોની મુલાકાત લઇ બાળાઓને લ્હાણી વિતરણ કરતા ગાયત્રીબા

રાજકોટ : વોર્ડ નં.૩મા સિંધી કોલોની તેમજ મોરબી હાઉસ પાસે આવેલ તોપખાનાના જુદા-જુદા ગરબી મંડળોમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ અને વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તેમજ પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ મહેમાનોના હાથે બાળાઓને લાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તે વખતની તસ્વીર. આ તકે કોંગી આગેવાનો અશોકસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)