Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

શિવાજી નગર , દૂધ સાગર રોડમાં વુમન સેફટી એવરનેશ પ્રોગ્રામ યોજાયો

શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને સમાજ સેવા કેન્દ્રના બહેનો દ્વારા મહિલા જાગૃતિ માટે પહેલ

રાજકોટ : શહેરના શિવાજી નગર , દૂધ સાગર રોડમાં આજે રવિવારના રોજ સાંજે  વુમન સેફટી એવરનેશ પ્રોગ્રામ યોજાયેલ. હતો  જેમાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ - રાજકોટના ભગવતીબેન વાઘેલા તથા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયાએ શિવાજી નગરના બહેનોને જાગૃત કરી અત્યારના સમયમાં થતા બહેનો પરના અત્યાચાર , છેડતી , શોષણ ને અટકાવવા માટે આ ખાસ પહેલ આ બન્ને બહેનો દ્વારા રાજકોટમાં શરૂ કરેલ છે.

રાજકોટના અલગ અલગ વિસ્તારમાં બહેનોમાં જાગૃતતા લાવવી. એજ ખાસ ધ્યેય રહેશે.
કોવિડ - 19 સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ધ્યાનમાં રાખી પ્રોગ્રામ કરેલ છે

(11:33 pm IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST