Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સમીસાંજે રાજકોટ પંથકમાં વાતાવરણમાં પલટો : આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા : જાવિયા ગામમાં ધોધમાર વરસાદ ચાલુ : કુવાડવા નજીકના મઘરવાડામા એક ઇંચ વરસાદ ખાબક્યો : રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

રાજકોટ : સમીસાંજે રાજકોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સાંજે છ વાગ્યે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા છે રાજકોટ પડધરી હાઇવે પરના : જાવિયા ગામમાં ધોધમાર વરસાદ ચાલુ  છે મળતા અહેવાલ મુજબ કુવાડવા નજીકના મઘરવાડામા એક ઇંચ વરસાદ ખાબક્યો  છે રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે

(6:30 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST