Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

નોકરી અપાવવાના બહાને ઠગાઇ કરવાના ગુન્હામાંં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા.૧૮ : નોકરી અપાવવાના બહાને છેતરપીડી કરવાના ગુન્હામં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે તા.૬/૮/ર૦ર૧ ના રોજ આર.ટી.ઓ. પાસે રહેતા ફરીયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૪૧૯, ૪ર૦, ૧૧૪ તથા ધી ઇન્ફરમેશન ટેકનોલોજી એમેડમેન્ટ એકટ સને ર૦૦૮ ની કમલ-૬૬ (સી) ૬૬ (ડી) મજુબ ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદીને આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં નોકરીની લાલચ આપી કટકે-કટકે રૂ.૮૦,૧૦૦ એસી હજાર એકસો ઓન લાઇન પેમેન્ટ મેળવી ફરીયાદીને કોઇ નોકરી ન આપી ખોટી છેતરપીંડી કરેલ હોય જે મતલબની ફરીયાદીએ ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને મુંબઇ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી (૧) સતીષકુમાર કલ્યાણસિંહ મુળ-કરણપુરકલાના, તા.અનુપશેર, જી. બુલંદશહેર (ઉત્તર પ્રદેશ) (ર) કૈલાસચંદ્ર રામચંદ્ર રહે.મુળ ૬૦૧, ગલી નં.૧૩, પ્રાતપનગર, (પુર્વ દિલ્હી) (૩) ગીતા તેજવીર સિંગ, રહે. પૂર્વ દિલ્હી વાળાની ધરપકડ કરી હતી.

ત્યારબાદ અન્ય બે આરોપીઓ (૧) સતીષકુમાર કલ્યાણસિંહ (ર) કૈલાસચંદ રામચંદે જામીન અરજી કરેલ જેમાં સરકાર તરફે પોલીસે પોતાના સોગંદનામામાં આઇ.પી.સી.કલમ ૪૬૮,૪૭૧ નો ઉમેરો દાખલ કરી અને જામીન અરજી બાબતે વિરોધ નોંધાવેલ જેમાં બચાવ પક્ષે આ ગુન્હાનામાં અન્ય આરોપી છુટી ગયેલ હોય તેમજ આ કામના ફરીયાદીને તેની રકમ પરત મળી ગયેલ હોય અને હાલના ગુન્હાની સંભવિત ગુન્હાની જોગવાઇઓ તેમજ હાલના કામમાં ચાર્જશીટ બાકી હોય અને જો તેમને વધુ સમય જેલમાં રાખવામાં આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમન્ટ થાય તેમ હોય તેમજ હાલના કામે પોલીસે જે બનાવટી દસ્તાવેજની કલમનો ઉમેરો કરેલ જેની ટ્રાયલ ચલાવવાની સત્તા નામદાર નીચેની અદાલતને હોય જેથી જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલ. જેને ધ્યાને લઇને અદાલતે ઉપરોકત બંને આરોપીઓને પણ જામીન મુકત કરેલ છે.

આ કામમાં ઉપરોકત ત્રણેય આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયોલ હતા.

(3:47 pm IST)