Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મિત્ર સાથે ચડભડ થતાં માઠુ લાગતાં હિતેષે ગળાફાંસો ખાધોઃ બચી ગયો

કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં હિતેષ બાબુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) નામના યુવાને સાંજે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પડોશી જોઇ જતાં તુરત નીચે ઉતારી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. હિતેષ છુટક મજૂરી કરે છે. તેને મિત્ર સાથે નજીવી વાતે ચડભડ થઇ હોઇ માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

(2:59 pm IST)