Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કાલે રવિવારે મુંજકા ગામે શ્રીનાથજીની ઝાંખી

કાર્તિક ચંદારાણાના સ્મરણાર્થે શ્રી ૪૧૬ પરિવાર અને જાદવ પરિવાર દ્વારા : પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીના હસ્તે ઉદઘાટનઃ સરકારી ગાઇડ લાઇન અનુસાર યોજાશે કાર્યક્રમ

રાજકોટઃ તા.૧૮, સ્વ. કાર્તિક શશીકાંતભાઇ ચંદારાણાના સ્મરણાર્થે આશિફ ઝરીયા-પંકજ શેઠ પ્રસ્તુત શ્રીનાથજી સત્સંગ આઠે સમાના દર્શન થતી શ્રીનાથજીની ઝાંખીનું સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ આવતીકાલે તા.૧૯ના રવિવારે રાત્રે ૮:૩૦ વાગે કાર્યક્રમ યોજાયેલ છે.

મુંજકા ગામ (ડો. શ્યામાપ્રસાદ મુખરજીનગર, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે) ખાતે  આવતીકાલે આયોજીત આ કાર્યક્રમનું ઉદઘાટન પ.પૂ. સ્વામીજી પરમાત્માનંદજી સરસ્વતીજી (સંયોજક અને જનરલ સેક્રેટરી હિન્દુ ધર્મ  આચાર્ય સભા) (આર્ષ વિદ્યા મંદિર-મુંજકા)ના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જે.ડી. જાદવ (પૂર્વ સરપંચ-મુંજકા ગામ) પિન્ટુભાઇ ચંદારાણા, નિલેષભાઇ વાળા, પ્રશાંતભાઇ જોષી, સંજયભાઇ કથરેચા, અમનભાઇ પરમાર, વીપુલભાઇ પોપટ,  સોહીનભાઇ મોર, પ્રણવભાઇ ખંડવી, હુશેનભાઇ લક્ષ્મીઘર, રાકેશ ખંડવી, હાર્દિક વાજા, વિષ્ણુ જોષી, રાજેન્દ્રભાઇ જાની, શરદભાઇ ચંદ્રેસા અને દિપકભાઇ પરમાર જહેમત ઉઠાવી રહયા છે. શ્રી ૪૧૬ પરિવાર જાદવ પરિવાર (મુંજકા ગામ) દ્વારા નિમંત્રણ અપાયું છે.

(2:54 pm IST)