Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કુવાડવા પાસેથી ૭૦ હજારનો દારૃ ભરેલી એકસયુવી કાર સાથે એક શખ્સ પકડાયો

રાકેશ સકંજામાં, મહેન્દ્રસિંહનું નામ ખુલ્યું: ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, હેડકોન્સ. રણજીતસિંહ, કોન્સ. કુલદિપસિંહની પેટ્રોલીંગ દરમિયાન કામગીરી : કારમાં ચોરખાનુ બનાવી બોટલો છુપાવી હતી

રાજકોટ તા. ૧૮: કુવાડવા ગામની વાંકાનેર ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચે ૭૦ હજારનો દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો. અન્ય શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે દારૃનો જથ્થો, કાર મળી કુલ રૃા. ૪,૭૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કારમાં ચોરખાનુ બનાવીને બોટલો છુપાવવામાં આવી હતી.

તહેવાર અંતર્ગત દારૃ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતીને આધારે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસેથી જીજે૦૧કેઆર-૯૫૫૫ નંબરની મહિન્દ્રા એકસયુવી કાર પકડી લીધી હતી. જેમાંથી રૃા. ૪૫૯૦૦ની સિગ્નેચર વ્હીસ્કીની ૫૪ બોટલ તથા રૃા. ૨૦૪૦૦ની બ્લેન્ડર્સ પ્રાઇડની ૨૪ બોટલો મળી કુલ રૃા. ૭૦૩૦૦નો દારૃ મળતાં રાજસ્થાની શખ્સ રાકેશ સત્યનારાયણ શર્માને પકડી લેવાયો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ચમનસિંહ સિસોદીયાનું નામ ખુલ્યું હતું.

પોલીસે દારૃ, કાર, મોબાઇલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, કુલદિપસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૭)

 

 

મવડીમાં મેચની આઇડીના નાણાની ઉઘરાણીનો ડખ્ખોઃ સુખદેવસિંહ ઝાલા અને તેના ભાઇ પર ધારીયાના ઘા

ફોન પર ગાળાગાળી થઇ હોઇ ૧૫૦ રીંગ રોડ ખોડલ હોટલ પાસે સમાધાન માટે ભેગા થયા ને જામી પડી

દિનેશ ઉર્ફ મુછડી સહિતના તૂટી પડ્યાઃસામા પક્ષે દિનેશ ઉર્ફ મુછડી, ભરત અને હાર્દિક પણ સારવાર હેઠળઃ તાલુકા પોલીસે તપાસ આદરી

સુખદેવસિંહે કહ્યું-નાણા ચુકવવામાં એક દિવસ મોડુ થતાં મુછડીએ ગાળાગાળી કરીઃ સમાધાનની વાત કરવા બેઠા ને ઓચિંતો હુમલો થયોઃ મુછડીએ કહ્યું-બે લાખની ઉઘરાણી કરતાં ગાળાગાળી થતાં ડખ્ખો

પ્રથમ બે તસ્વીરમાં ધારીયા સહિતના હથીયારોથી હુમલામાં ઘવાયેલા સુખદેવસિંહ અને તેના ભાઇ જયપાલસિંહ ઝાલા તથા બાજુની તસ્વીરમાં દિનેશ ઉર્ફ મુછડી તથા તેની સાથેના ભરત તથા હાર્દિક નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેરના મવડી દોઢસો ફુટ રીંગ રોડ પર ચાલીસ ફુટ રોડ પર આવેલી ખોડલ હોટલ ખાતે ફોન પર થયેલી ગાળાગાળીના સમાધાન માટે એકઠા થયેલા અલ્કા સોસાયટીના ગરાસીયા બંધુ પર સામેના જુથે ધારીયાથી હુમલો કરતાં બંને ભાઇઓને પેટ, માથા, હાથમાં ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સામા પક્ષે પણ ત્રણ જણા પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ક્રિકેટ મેચની આઇડીના પૈસા ચુકવવામાં એક દિવસ મોડુ થયું હોઇ તે બાબતે ગાળાગાળી થઇ હતી. જેનું સમાધાન કરવા ભેગા થયા બાદ જામી પડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ આદરી હતી.

જાણવા મળ્યા મુજબ મવડી પ્લોટ વિશ્વેશ્વર મંદિર પાછળ અલ્કા સોસાયટીમાં રહેતાં સુખદેવસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ.૩૭) અને તેના ભાઇ જયપાલસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ.૩૩) બપોરે લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં અને પોતાના પર હુમલો થયાનું જણાવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. સુખદેવસિંહના કહેવા મુજબ પોતે અને નાના ભાઇ જયપાલસિંહ મવડી ૧૫૦ રીંગ રોડ પર ચાલીસ ફુટ રોડ નજીક આવેલી ખોડલ હોટલ પાસે હતાં ત્યારે દિનેશ ઉર્ફ મુછડી તથા તેની સાથેના આઠ દસ શખ્સોએ ધારીયાથી હુમલો કરતાં પોતાને માથા, પેટ, હાથમાં અને નાના ભાઇને પેટમાં ઇજા પહોંચી હતી. હોસ્પિટલ દ્વારા આ મુજબની જાણ પોલીસને કરવામાં આવી હતી.

સુખદેવસિંહે વધુમાં કહ્યું હતું કે પોતાને ક્રિકેટ મેચની આઇડીના પૈસા દિનેશ ઉર્ફ મુછડીને ચુકવવાના હતાં. આ પૈસા ચુકવવામાં એક દિવસ મોડુ થયું હતું. રકમ ચુકવી દીધી હતી છતાં ગત રાતે દિનેશ ઉર્ફ મુછડીએ ફોન કરી પૈસા ચુકવવામાં મોડુ કેમ થયું? તેમ કહી ગાળાગાળી કરી હતી. આજે સવારે પણ આ બાબતે ગાળાગાળી થયા બાદ સમાધાન કરવા માટે બધા ચાલીસ ફુટ રોડ પર ખોડલ હોટલ પાસે ભેગા થયા હતાં. આ વખતે મારી સાથે મારા નાના ભાઇ જયપાલસિંહ પણ હતાં. જ્યારે દિનેશ ઉર્ફ મુછડી સાથે બીજા આઠ દસ શખ્સો હતાં. સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યાં જ દિનેશ ઉર્ફ મુછડીએ ધારીયુ કાઢી હુમલો કરી દીધો હતો. જેમાં મને તથા નાના ભાઇને ગંભીર ઇજા થઇ હતી.

બીજી તરફ મવડી શ્રી હરિ સોસાયટીમાં રહેતો દિનેશ ઉર્ફ મુછડી રવિભાઇ ચાવડા (મોચી) (ઉ.૪૨) તથા તેની સાથેના ભરત વલ્લભભાઇ કુંભારવાડીયા (ઉ.૨૭) અને હાર્દિક હસમુખભાઇ પઢીયાર (ઉ.૨૭) સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને પોતાના પર સુખદેવસિંહ તથા બીજા આઠ દસ જણાએ છરી કોયતાથી હુમલો કર્યાનો આક્ષેપ કરતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને તોૈફિકભાઇ જુણાચે તાલુકા પોલીસમાં એન્ટ્રી નોંધાવવા તજવીજ કરી હતી. હોસ્પિટલના બિછાનેથી દિનેશ ઉર્ફ મુછડીએ આક્ષેપો સાથે કહ્યું હતું કે મારે મેચની આઇડીના બે લાખ સુખદેવસિંહ પાસેથી લેવાના હોઇ તે બાબતે ગાળાગાળી થઇ હતી. એ પછી વાતચીત કરવા ભેગા થયા બાદ અમારા પર હુમલો થયો હતો. પોતાનો સોનાનો ચેઇન પણ કોઇએ ખેંચી લીધાનો મુછડીએ આક્ષેપ કર્યો હતો. દિનેશે પોતે જમીન મકાન લે-વેંચનો ધંધો કરતો હોવાનું કહ્યું હતું. જ્યારે ભરત ડ્રાઇવીંગ કરે છે અને હાર્દિક ફાયનાન્સનું કામ કરે છે. તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ ડી. વી. ખાંભલા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:53 pm IST)