Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગુરુકુળમાં બ્રહ્મસત્રઃ સંતોના દર્શન-વાણીનો લાભઃ કાલે કૃષ્ણ જન્મોત્સવ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ખાતે બ્રહ્મસત્રના પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બ્રહ્મસત્રનો લાભ લેવા ભગવાનના ખપવાળા યુવાનો તથા વડિલ હરિભકતો પધાર્યા છે.  છેલ્લા ૬૦ વર્ષથી યોજાઈ રહેલ છે.આ બ્રહ્મસત્ર આ વખતે તા. ૧૭થી ૨૨ ઓગસ્ટ સુધી છે. જેનો દરેક ભગવાનના ખપવાળા લાભ લઈ શકે છે. આજે સવારે ઠાકોરજીની પાલખીયાત્રા યોજાઈ હતી. જેમાં સંતો તથા હરિભકતો જોડાયેલા. યજમાનોએ ઠાકોરજી તથા પોથીઓનું પૂજન અર્ચન તથા આરતી કરેલ. શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી,શ્રી નિર્ગુણ સ્વામી, શાસ્ત્રી શ્રી નંદકિશોરદાસજી સ્વામીએ સત્સંગ લાભ આપેલ. સુરતથી આપેલા શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વચનામૃત વિવેચન કરેલ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ દેશ વિદેશમાંથી યુવાનોએ ઓનલાઇન પૂછેલા અધ્યાત્મના તેમજ જીવનલક્ષી પૂછેલા પ્રશ્નોના ઉત્ત્।રો આપેલા. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રો અને સંતોનો મહિમા સમજાવેલ. સ્વામી શ્રી સત્ય સંકલ્પદાસજી સ્વામીએ યજમાન શ્રી વસંત ભાઈ લીંબાસીયા, મોરબીના શ્રી મગનભાઈ ભોરણીયા, ડાયાભાઈ વૈષ્ણવ, હરેશ મહેતા વગેરે પાસે પોથી, વકતાશ્રી તથા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોનું પૂજન કરાવેલ. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે સાતમને ગુરુવારે રાત્રે ૬૦ વર્ષના બ્રહ્મસત્રનો ઇતિહાસ કહવાશે તથા તે સમયના ૬૦ ભકતોની વેશભૂષામાં યુવાનો તેઓની ભજન સેવા સમર્પણની યાદો કરાવશે. જન્માષ્ટમીએ રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ભકિતભાવ સાથે ઉજવાશે. ઉપસ્થિત હજારો મહિલા પુરુષ ભકતો પંચાજીરીનો પ્રસાદ લેશે. સૌને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

 

(3:49 pm IST)