Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લમ્પી સામે વેલસ્પન વેલ નેતૃત્વ દ્વારા કચ્છના ગામડાઓમાં પશુધનને રસીકરણ અભિયાન

રાજકોટ તા.૧૮ : હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વેલસ્પન વેલ-નેતૃત્વએ બીએઆઇએફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સહયોગથી પશુધનને રસીકરણ કરવાનું અભિયાન હાથ ધરાયુ છે.

આ પહેલના ભાગરૃપે અત્યાર સુધીમાં પ૩૭૭ પશુઓને રસી આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છમાં અંજારના ગામડાઓને આવરી લેવાયા હતા. આ અદ્દભુત કામગીરી બદલ ચંદ્રાણી ગામના શ્રીકૃષ્ણ ગૌશાળા સમિતિ દ્વારા સન્માનપત્ર પણ એનાયત કરાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે વેલ નેતૃત્વ એ ફલેગશીપ પ્રોગ્રામ છે. જે વેલસ્પન જૂથની એક અગ્રણી સીએસઆર શાખા છે. જે લોકોના જીવનમાં ખુશાલી લાવવા પ્રયત્નશીલ છે. મહિલા સશકિતકરણથી લઇને શિક્ષણ સુધી વેલ નેતૃત્વએ જીવન ધોરણમાં સુધારો લાવવા પ્રયાસો કરેલ છે.

(3:48 pm IST)