Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઝાડનું પડું - પડું, તંત્રનું આવું - આવું !!!

રાજકોટ તા. ૧૮: એક તરફ ક્રોક્રીંટ જંગલ વચ્ચે ૪૭ એકરમાં મનપા દ્વારા નિર્માણ પામેલ ''રામવન''નું લોકાર્પણ થયું છે, જયારે બીજી તરફ શહેરના શ્રોફ રોડ ખાતેની લાયબ્રેરીના દરવાજે જ એક વૃક્ષ પડું-પડું છે અને કોઇ મોટી દુર્ઘટના બનવાની ભીતી છે, છતાં તંત્ર દ્વારા તેનો કોઇ ઉકેલ કરવામાં આવ્યો નથી.

શહેરમાં ટ્રાફીકથી ધમધમતા શ્રોફ રોડ ઉપરની મનપા સંચાલીત લાયબ્રેરીના મેઇન દરવાજે તોતીંગ વૃક્ષ પડવાની સ્થિતિમાં છે. લાયબ્રેરીની દીવાલને પણ નુકશાન થઇ ચૂકયું છે. લાયબ્રેરી દ્વારા પણ મનપાની ગાર્ડન શાખામાં અઠવાડીયા પૂર્વે જ આ વૃક્ષ અંગે લેખીત ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં કોઇ પગલા ન લેવાતા અહીં પસાર થનાર અને લાયબ્રેરીમાં આવતા લોકો ઉપર વૃક્ષ પડવાનો ભય સેવાઇ રહ્યો છે. ઉપરાંત આ વૃક્ષ આસપાસ પાર્ક કરાયેલ વાહનો ઉપર પણ જો વૃક્ષ પડે તો નુકશાનીની પણ બીક છે.

લાયબ્રેરીમાં આવતા લોકો આસપાસના રહેવાસીઓ દ્વારા મનપા દ્વારા તુરંત પગલા લઇ કોઇ ઘટના ઘટે એ પહેલા વૃક્ષ હટાવવા માંગણી ઉઠી છે.

(3:46 pm IST)