Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શિવશકિત કોલોનીમાં પેવિંગ બ્‍લોક

વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. મહાનરગપાલિકા દ્વારા યુનિર્વસીટી રોડ પર ભરતસિંહ ગાર્ડન પાસે આવેલા શિવશકિત કોલોનીમાં પેવિંગ બ્‍લોકના કામનું ખાતમુર્હત ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજના હસ્‍તે કરાયું હતું.  આ પ્રસંગે પ્રદેશમંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્‍સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હેમંતસિંહ ડોડીયા, મહેન્‍દ્રસિંહ ચુડાસમા બલરાજભાઇ રાણા, મેઘાબેન વૈષ્‍ણવ, ભાવનાબેન મહેતા, ચૈતન્‍યભાઇ પંડયા તથા સ્‍થાનિક લતાવાસીઓ જે. કે. જાડેજા, વીનુભાઇ મોરબીયા, દિપકભાઇ સિંધવ, રમેશભાઇ પાચાણી, સુરેશભાઇ બુધ્‍ધદેવ, ધર્મેશ તલસાણીયા, બાલક્રિષ્‍ન ભટ્ટ લીલાબેન પીરાણી, જયશ્રીબેન પંડયા, મીરાબેન ચાઉ, હંસાબેન બુધ્‍ધદેવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:40 pm IST)