Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સોરઠિયાવાડી યુવક મંડળ દ્વારા સોરઠિયાવાડી ચોકમાં જન્‍માષ્‍ટમીનો શણગાર

રાજકોટ : સોરઠિયાવાડી યુવક મંડળના પ્રમુખ ભુપત બોદર જણાવે છે કે મંડળ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષોથી જન્‍માષ્‍ટમી મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં જશોદાના જાયાને આવકારવા કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવણી અંતર્ગત મટકી ફોડ, રાસલીલા સહીતના અનેકવિધિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્‍યારે આ બેનમુન આયોજન અંતર્ગત ગઇકાલે રાંધણ છઠ્ઠના પાવન પર્વ સોરઠિયા યુવક મંડળ દ્વારા સોરઠિયાવાડી ચોક ખાતે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિના કાર્યાલયનું ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્‍તે કરવામાં આવેલ હતું. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ,  મેયર ડો. પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લાના પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, સાધ્‍વીશ્રી જયશ્રીદાસ માતાજી, વિનુભાઇ, ધવા, ભાનુબેન બાબરીયા, સુરેશભાઇ વસોયા, કંચનબેન, સિધ્‍ધપુરા, રૂચીતાબેન જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.આ ઉષ્‍માપુર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.સોરઠિયાવાડી  યુવક મંડળ દ્વારા સોરઠિયાવાડી ચોક ખાતે જન્‍માષ્‍ટમી અંતર્ગત ચોકને કૃષ્‍ણજન્‍મનો આકર્ષક ફલોટસ, ગોરીલા, નયનરમ્‍ય અને રોશનીના ઝગમગાટથી સોરઠિયાવાડી ચોકને આબેહુબ ગોકુલનગરી બનાવાયેલ અને ગોકુળિયો માહોલ છવાશે તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે ગોકુલઆઠમના પવે મટકી ફોડ, રાસલીલા, ભકિતસભર સંગીત સાથે ‘‘નંદ ઘેર આનંદ ભયો''ના નાદ સાથે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા સોરઠિયા વાડી યુવક મંડળના પ્રમુખ ભુપત બોદરના માર્ગદર્શન હેઠળ આયોજન મંત્રી રમેશ સાકરીયા, ઉપપ્રમુખ જુવાનસિંહ જાડેજા, સહાયક મંત્રી વજુભાઇ ઠુંમર, ગોવિંદભાઇ પરસાણા, રાજભા ગોહિલ, ભરત બોદર, મહેન્‍દ્ર વઘાશીયા, જયેશ રામાણીા, સાગર સબાડ, હિતેશ મુંગલપરા, બાબાભાઇ બોરીચા, નાનુભાઇ બોરીચા, જયુભાઇ પરમાર, જતુ કોટક, જગદીશ હાપલીયા, ધનશ્‍યામ સોરઠિયા, રસીક ગડધરા,દિનેશ ચૌહાણ, પ્રફુલ સાકરીયા, ગોવિંદભાઇ સીયાણી, જગદી પોરીયા, કમુારભાઇ સખીયા, મગનભાઇ કેરાળીયા, કીશોરભાઇ મુંગલપરા, દાસભાઇ પટેલ, કીશોરભાઇ ડોબરીયા, રાજદીપસિંહ જાડેજા, લલીતભાઇ પરસાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.પ્રમુખ ભૂપત બોદરે રાજકોટ શહેર-જિલ્લાના લોકોને જન્‍માષ્‍ટમીની શુભેચ્‍છા પાઠવી છે.

(3:40 pm IST)