Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નિવોદીતાનગરમાં પ્રોફેસર ભાવેશભાઇ પરમારના મકાનમાં ર લાખની ચોરી

પ્રોફેસર પરિવાર બહારગામ ગયોને પાછળથી તસ્‍કરો દાગીના ઉઠાવી ગયા

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ ગોપાલક ચોક પાસે નિવોદીતાનગરમાં રહેતા આસીસ્‍ટન્‍ટ પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રૂા. ૧,૯૯,૦૦૦ના સોનાના દાગીના ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ ગોપાલ ચોક પાસે નિવોદીતનગર શેરી નં. ૪ માં રહેતા ભાવેશભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ. ૪પ) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે પત્‍ની અને બે પુત્ર સાથે છેલ્લા દોઢ વર્ષથી નિવદીતાનગરમાં ભાડે રહે છે. પોતે ગારીયાધાર ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૬ના રોજ બપોરે મકાનને તાળુ મારીને પરિવાર સાથે ગારીયાધાર ગયા હતા અને પોતે ત્‍યાં રોકાઇ ગયા હતા અને પત્‍ની હર્ષાબેન તેમના પીયર બગસરા ખાતે ગયા હતા પોતે ગારીયાધારમાં પોતાના રૂમે આવ્‍યા ત્‍યારે પાડોશીનો ફોન આવેલ કે તમારા ઘરનો મેઇન દરવાજો ખુલ્લો છે, ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલ છે. તેમ વાત કરતા પોતે રાજકોટ આવી પોતાના ઘરે આવ્‍યા ત્‍યારે ઘના મુખ્‍ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને તાળુ નીચે પડેલ હતું. બાદ પોતે અંદર ગયા ત્‍યારે ઘરમાં હોલમાં રાખેલા કબાટમાં સામાન વેરવિખેર હતો અને કબાટનો લોક તુટેલો હતો. તપાસ કરતા કબાટમાં રાખેલા રૂા. ૧,૯૯,૦૦૦ની કિંમતના સોનાના દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસના હેડ કોન્‍સ. આઇ. ટી. મોરવાડીયાએ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)